GSTV

દુકાનદારે ગ્રાહકોને આકર્ષવા માટે દુકાન બહાર એવુ બોર્ડ માર્યુ કે, ગ્રાહકો તો આવતા આવશે, પણ હવે પોલીસ વધામણા કરશે

Last Updated on May 29, 2021 by Pravin Makwana

સોશિયલ મીડિયા ઘણી વખત એવી મજેદાર વાતો વાયરલ થતી હોય છે, આપણે હસી હસીને લોટપોટ થઈ જઈએ. કોરોનાકાળના આ મુશ્કેલીભર્યા સમયમાં સોશિયલ મીડિયા પર લોકો હસવાના નવા નવા પેંતરા ખબર નહીં ક્યાંથી શોધી લાવતા હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક બંધ દુકાન બહાર લખેલી નોટિસ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જેને વાંચીને આપ હસી હસીને પાગલ થઈ જશો.

વાયરલ થયેલી આ નોટિસમાં લખ્યુ છે કે, જો મારી દુકાનનું શટર બંધ દેખાઈ તો કોન્ટેક કરો, આત્માની માફક અમે આજૂબાજૂમાં જ ભટકી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર આ ફોટો આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરાએ શેર કર્યો છે. આ સાથે તેમણે મજેદાર અંદાજમાં લખ્યુ છે કે, આ ભટકતી આત્માની #Khaakhi સાથે જલ્દી મુલાકાત થશે.

સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. સાથે જ તેના પર મજેદાર કમેન્ટ પણ આવી રહ્યા છે. આ ફોટો અત્યાર સુધીમાં 2 હજારથી વધારે લાઈક્સ આવી ચુક્યા છે. એક યુઝર્સે તો લખ્યુ છે કે, આની આત્મા હવે જેલમાં ભટકશે. બીજાએ લખ્યુ છે, ત્યારે જ તેના આત્માને શાંતિ મળશે.

READ ALSO

Related posts

પાકિસ્તાનમાં હિંદુ મંદિર પર હુમલો, કટ્ટરપંથીઓના ટોળાએ મંદિરમાં આગ લગાવી મૂર્તિઓ ખંડિત કરી

Damini Patel

મંદિરમાં તોડફોડની ઘટના બાદ પાકિસ્તાન ભારતના વિરોધ સામે ઝુક્યું, PM ઇમરાન ખાને કહ્યું-ફરીથી બનાવીશું

Damini Patel

ઇડીએ ફ્લિપકાર્ટ ઇન્ડિયાને રૂ.10,000 કરોડની શો-કોઝ નોટિસ ફટકારી, અત્યારસુધીની આ સૌથી મોટી નોટિસ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!