GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

એક જ પ્રકારના માસ્ક પહેરીને કંટાળ્યા હોઉ તો આને ટ્રાય કરો, ભારતમાં ધૂમ મચાવી રહ્યા છે આવા માસ્ક

હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. સમગ્ર દુનિયા આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ગઈ છે. સરકારો પણ તેનાથી બચવાના હર સંભવ પ્રયાસો કરી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ તેના વિશે જાગૃતતા ફેલાવી રહ્યા છે. સમગ્ર દુનિયાના લોકો આ વાયરસથી બચવા માટે માસ્ક પહેરવાની સૂચના આપી રહ્યા છે. ત્યારે હવે બજારોમાં અજબ ગજબ માસ્ક આવી રહ્યા છે. અમે અહીં આપને આવા કંઈક નમૂના માસ્કના બતાવીએ છીએ.

હકીકતમાં આજે માસ્ક એ લોકોના જીવનનો એક અભિન્ન અંગ બની ગયુ છે. ત્યારે દરરોજ કામમાં આવતુ આ માસ્કને લોકો નવા રંગરૂપ સાથે અપનાવી રહ્યા છે. જેમાં વિચિત્ર પ્રકારના પ્રિન્ટ પણ બનાવામાં આવી રહ્યા છે. જેમાં ક્યાંક મોટા દાંત છપાવ્યા છે. તો ક્યાંક મોઢુ બનાવ્યુ છે.

ત્યાં સુધી કે, અમુક લોકોએ તો માસ્કમાં મંકી ફેસ પણ બનાવ્યો છે. આ તસ્વીરો ટ્વીટર સહિતની જગ્યાઓ પર વાયરલ થઈ રહી છે.

ગત થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના પુણેમાં રહેતા શંકર કુરાડે નામનો શખ્સ આવા જ કંઈક માસ્ક સાથે ચર્ચામાં આવ્યો હતો. તેણે સોનાનું માસ્ક જેની કિંમત લગભગ 2.89 લાખ રૂપિયા હતી, તે બનાવ્યુ હતું. માસ્ક હવે ફરજિયાત જીવનનો એક ભાગ બન્યો છે, ત્યારે હવે નવા નવા સ્ટાઈલિશ માસ્ક પણ બજારમાં આવે છે. સોના-ચાંદીના માસ્ક તો ઠીક એલઈડી લાઈટ્સ વાળા પણ માસ્ક બજારમાં આવી રહ્યા છે.

READ ALSO

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!