GSTV
Home » News » અંતિમ ક્રિયા કરવાની અનોખી રીત, મૃત્યુ પામ્યા બાદ અંતરિક્ષમાં મોકલાશે આ કંપની!

અંતિમ ક્રિયા કરવાની અનોખી રીત, મૃત્યુ પામ્યા બાદ અંતરિક્ષમાં મોકલાશે આ કંપની!

રશિયાની ક્રિયોરસ નામની એક કંપની મૃત્યુ પામેલા લોકો અને જાનવરોના શબને અંતરિક્ષમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

કંપનીના મુજબ 200થી વધુ લોકો આ વિચિત્ર અંતિમક્રિયા માટે બુકિંગ પણ કરી ચુક્યા છે. કંપનીના મુજબ વર્ષ 2005થી અત્યાર સુધીમાં તેમણે 54 લોકો અને 21 પ્રાણીઓના શબને ક્રાયોજેનિક ટેક્નિક વડે ફ્રિઝ કરી દીધા છે, જેને બહુ જલ્દી સ્પેસમાં લોન્ચ કરવામાં આવશે.

આ સર્વિસ માટે તેમણે 2,50,000 ડોલર એટલે કે લગભગ ડોઢ કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જે લોકોએ બુકિંગ કરાવ્યું છે તેમણે એક બેન્ડ આપ્યું છે કે જેણે તેને હમેંશા પોતાની કલાઇ પર બાંધી રાખવો પડશે. જ્યારે તેમનું મૃત્યું થશે કંપની સુધી તેની સૂચના પહોંચી જશે. ત્યારબાદ તરત જ તેમના શબને ફ્રિઝ કરી દેવામાં આવશે જેથી તે સડે નહીં.

કંપનીએ આ પ્રોજેક્ટ સ્પેસ ટેક્નોલોજીસ સાથે મળીને શરૂ કર્યો છે. કંપનીએ બતાવ્યું કે શબોને ફ્રિઝ કર્યા બાદ તેમને ખાસ કરીને તૈયાર કરવામાં આવેલા તાબૂતમાં રાખવામાં આવશે અને બાદમાં ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીના ડાયરેક્ટરે જણાવ્યું કે રશિયાના રોકેટની મદદથી કંપની પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે.

Related posts

ઘરમાં ચોરી કરવા ગયેલો ચોર સોફા પર જ ઘોડા વેચીને સુઈ ગયો, ઉઠીને જોયું તો સામે… થઈ જોવા જેવી

Arohi

વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખું જીવ, જે ઓક્સિજન વગર પણ રહી શકે છે જીવિત

pratik shah

50 વર્ષ પછી ફ્લોરિડામાં જોવા મળ્યો રેનબો સ્નેક, અત્યંત ખૂબસુરત સાપની છે આ દુર્લભ પ્રજાતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!