મોરારીબાપુ દ્વારા 7 કરોડના ફંડનું વિતરણ, માનસ ગણિકાઓના ઉત્થાન માટે થઈ હતી કથા

થોડા સમય પહેલાં અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારની ગણિકાઓના ઉત્થાન માટે સાત કરોડનું ફંડ એકત્રિત થયું હતું. જેને ફંડને તલગાજરડા ખાતે વિતરીત કરાયું હતું. મોરારિબાપુએ આ એકત્રિત થયેલું ફંડ વિવિધ એનજીઓને વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, તેઓ તલગાજરડાની દીકરીઓ છે. જ્યારે પણ આવી દીકરીઓને મારી જરૂર હોય ત્યારે અહીં તલગાજરડા આવી જવું. તમારો બાપ જીવે છે. મોરારિબાપુ તમારું કન્યાદાન કરશે. સાથે જ આજે મેં ત્રિવેણી સ્નાન કરી લીધું છે. આ દીકરીઓ મારા માટે સત્ય, પ્રેમ અને કરુણાનું પ્રતિક છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter