GSTV
Home » News » ફ્લાઇટમાં રાહુલે લીધો હાર્દિકનો ઇન્ટરવ્યૂ, અક્ષરે ખોલ્યું આ રહસ્ય

ફ્લાઇટમાં રાહુલે લીધો હાર્દિકનો ઇન્ટરવ્યૂ, અક્ષરે ખોલ્યું આ રહસ્ય

ઓસ્ટ્રેલિય સામે પાંચ વન ડે મેચની સિરીઝમાં 3-0થી આગળ ચાલનાર ભારતીય ટીમ 28 સપ્ટેમ્બરે પોતાની ચોથી વન ડે મેચ રમવા માટે બેંગાલુરુ પહોંચી હતી. આ દરમિયાન ટીમના ત્રણ યુવા ક્રિકેટર હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ અને અક્ષર પટેલ ઇન્દોરથી સાથે બેંગાલુરુ જવા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન મુસાફરીને દિલચસ્પ બનાવવા માટે રાહુલે હાર્દિક અને અક્ષરનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં ત્રણેય યુવા ખેલાડીઓએ ઘણી મોજ માણી હતી.

સૌ પ્રથમ તો લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝમાં અપરાજિત રહેલા પર ખુશી વ્યક્ત કરી હતી. રાહુલે હાર્દિક પંડ્યાની પ્રશંસા કરતા પ્રથમ વખત ચોથા નંબર પર બેટિંગના તેના અનુભવ વિશે પૂછયું હતું. જેના જવાબમાં હાર્દિક પંડ્યાએ કહ્યું કે, મને નંબર-4 પર પ્રમોટ કરવા માટે ચેલેન્જ તરીકે નહીં પણ તકના રૂપમાં લીધો. હું ખરેખર ઉત્સાહિત હતો. બેંગાલુરુ વિશે પૂછવા પર હાર્દિક પંડ્યાએ કહ્યું કે, આ મારું પસંદગીનું શહેર છે. અહીંની હોટલ અને રેસ્ટોરાં મને ઘણી પસંદ છે. હોટલમાં રહેવાના બદલે મને અહીંના ફૂડ અને રોડ પર ડ્રાઇવિંગ કરવાનુ્ં ઘણું આનંદદાયક લાગે છે.

આ દરમિયાન ચૂપચાપ બેઠલા અક્ષર પટેલે રાહુલને એ કહેતા એ રહસ્યને જાણવાનો પ્રયાસ કર્યો કે, તેને સમગ્ર ભારત જાણવા ઇચ્છે છે. આખરે AKSHAR ની જગ્યાએ AXAR કેવી રીતે થઇ ગયું? પૂછો મુશ્કેલી શું હતું. જો કે, અક્ષર પટેલે કહ્યું કે, વાત એ દિવસોની છે, જ્યારે અમે અન્ડર-19 વર્લ્ડ કપ રમવા માટે બેંગાલુરુંમા હતા. મારે પાસપોર્ટ બનાવવાનો હતો. તાત્કાલિક પાસપોર્ટ બનાવવા માટે મારા પિતે સ્કૂલ ગયા હતા ત્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં મારા પ્રિન્સિપાલે AKSHAR ની જગ્યાએ AXAR લખ્યું હતું.

ત્યાર બાદ મારા પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાઇસન્સમાં પણ આવું જ થઇ ગયું હતું. આ સાંભળથા જ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે અક્ષરનો અક્સર ઉચ્ચારણ કરીને તેને પ્રેમથી ચિઢવ્યો હતો. આ દરમિયાન હાર્દિકથી ન રહેવાયું અને તેણએ રાહુલ પાસેથી માઇક લઇને તેને તેના શહેર વિશે પૂછ્યું ત્યારે રાહુલે અહીંના અનુભવ વ્યકત કર્યા હતા.

Related posts

મહિનાઓ બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમ સાથે જોડાયો ધોની, ઇતિહાસ રચતી જશ્નની ઉજવણીમાં થયો સામેલ

pratik shah

ઉમેશ યાદવે રચ્યો ઈતિહાસ, 10 બોલમાં ફટકાર્યા 5 છગ્ગા અને કેપ્ટન વિરાટ કોહલી બોલ્યા કે…

pratik shah

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ થઈ શકે છે રદ, ખેલાડીઓએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!