GSTV
Gujarat Government Advertisement

ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદીને ન મળી રાહત, બ્રિટનની કોર્ટે 22 ઓગષ્ટ સુધી વધારી કસ્ટડી

Last Updated on July 25, 2019 by Mansi Patel

ભારતના ભાગેડુ કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટે ફરી ઝટકો આપ્યો છે. બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી ના મંજૂર કરીને તેની કસ્ટડી 22 ઓગષ્ટ સુધી વધારી દીધી છે.

આ કેસની આગામી સુનાવણી હવે 22 ઓગષ્ટના રોજ થશે. આની પહેલાં બ્રિટિશ ઉચ્ચ ન્યાયાલયે 12 જૂને તેની જમાનત અરજીને ફગાવીને 25 જૂલાઈ સુધીમાં કસ્ટડી વધારી હતી. તેની સામે ગયા વર્ષે મે અને જૂલાઈ મહિનામાં ધરપકડનું વોરંટ જાહેર કરવામાં આવ્યુ હતુ.

ત્યારબાદ ઓગષ્ટ 2018માં બ્રિટનના અધિકારીઓ પાસે નીરવ મોદીનાં પ્રત્યાર્પણ માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે નિરવ મોદીના કેસની ટ્રાયલ 2020માં શરૂ થઇ શકે છે. તેના પર પીએનબીને 13 હજાર કરોડથી વધુનો ચૂનો લગાવવાનો આરોપ છે. નિરવ મોદી લંડનની વંડસવર્થ જેલમાં ગત 19 માર્ચથી બંધ છે. ભારતે તેના પ્રત્યાર્પણના સતત પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા 12 જુલાઇએ પણ નિરવ મોદીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બોલિવુડની અભિનેત્રી પાયલ રોહતગીને સોસાયટીના ચેરમેન સાથે ઝગડો કરવો પડ્યો ભારે, ગાળો ભાંડ્યા પછી થઈ ધરપકડ

pratik shah

નીતશને ટેન્શન/ લાલુની હાજરીમાં ચિરાગ તેજસ્વી હાથ મિલાવશે?, યાદવ અને પાસવાન એક થયા તો ભાજપ ભરાશે

Damini Patel

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!