બેન્ક કૌભાંડના આ મોટા આરોપીએ ભારતીય નાગરિકતા છોડી, જાણો ક્યા દેશની મેળવી નાગરીકતા

પંજાબ નેશનલ બેન્કમાં કરોડો રૂપિયાનો ચુનો ચોપડીને એન્ટીગુઆ જઈને વસનારા મેહુલ ચોક્સીને ભારત લાવવો હવે વધુ મુશ્કેલ બનશે. કારણ કે બેન્ક કૌભાંડના આ આરોપીએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે. પીએમઓએ ચોક્સી દ્વારા ભારતીય નાગરિકતા છોડવાના મામલે વિદેશ મંત્રાલય અને તપાસ એજન્સીઓ પાસે પ્રગતિ રિપોર્ટ માંગ્યો છે. મેહુલ ચોક્સીએ પોતાનો ભારતીય પાસપોર્ટ એન્ટીગુઆ હાઈકમિશનમાં જમા કરાવી દીધો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, હવે મેહુલ ચોક્સીને ભારત પરત લાવવો કેન્દ્ર સરકાર માટે મુશ્કેલ બન્યુ છે. મેહુલ ચોક્સીઓ પોતાના પાસપોર્ટને કેન્સિલ્ડ બુક સાથે જમા કરાવ્યો છે.

નાગરિકતા છોડવા માટે મેહુલ ચોક્સીને 177 અમેરિકી ડોલરનો ડ્રાફટ પણ જમા કરાવવો પડ્યો છે. મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડવા અંગે વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહ મંત્રાલયને માહિતી આપી છે. નાગરિકતા છોડવાના ફોર્મમાં મેહુલ ચોક્સીએ પોતાનુ નવુ સરનામુ જૌલી હાર્બર સેન્ટ માર્કસ એન્ટીગુઆ જણાવ્યુ છે.

મેહુલ ચોક્સીએ હાઈ કમિશનને કહ્યુ છે કે, તેને આવશ્યક નિયમો અંતર્ગત એન્ટીગુઆની નાગરિકતા લીધી છે. મહેલુ ચોક્સીએ ભારતીય નાગરિતા છોડવાનું કારણ પ્રત્યાર્પણની કાર્યવાહીથી બચવાનું છે. બેન્કના કરોડોના કૌભાંડમાં આગામી 22 ફેબ્રુઆરીએ તેના પર સુનાવણી થવાની છે. વર્ષ 2017માં જ ચોક્સીએ એન્ટીગુઆની નાગરિકતા મેળવી હતી. તે સમયે ભારતે તેના પર કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. મુંબઈ પોલીસ તરફથી મળેલી લીલી ઝંડી બાદ મેહુલ ચોક્સીએ ત્યાંની નાગરિકતા સ્વીકારી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter