GSTV
Home » News » લંડનમાં ખુલ્લેઆમ ફરી રહેલો 14 હજાર કરોડથી વધુનો કૌભાંડી આખરે ઝડપાયો, 29મી સુધીના રિમાન્ડ મંજૂર

લંડનમાં ખુલ્લેઆમ ફરી રહેલો 14 હજાર કરોડથી વધુનો કૌભાંડી આખરે ઝડપાયો, 29મી સુધીના રિમાન્ડ મંજૂર

૧૪ હજાર કરોડથી વધુનું કૌભાંડ આચરી લંડન ભાગી ગયેલા નિરવ મોદી વિરુદ્ધ કાર્યવાહી શરૃ થઇ ગઇ છે. બુધવારે લંડનમાં નિરવ મોદીની ધરપકડ કરી લેવામાં આવી હતી, જે બાદ તેને અહીંની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે નિરવ મોદીને રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો તેથી ૨૯મી માર્ચ એટલે કે બાકીના૧૦ દિવસ સુધી લંડન પોલીસની કસ્ટડીમાં જ રહેશે.

લંડનની મેટ્રોપોલિટન પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૪૮ વર્ષીય નિરવ મોદીની ભારતીય સત્તાધીશો વતી મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. નિરવ મોદી અહીંના હોલબોર્નમાં હતો ત્યાંથી જ તેને ઉઠાવી લેવામાં આવ્યો હતો. 

આ પહેલા નિરવ મોદીને બ્રિટનના સ્થાનિક મીડિયાએ શોધી કાઢ્યો હતો, તે ખુલ્લેઆમ લંડનમાં ૧૦ લાખનું સુટ પહેરીને ફરતો કેમેરામાં કેદ થઇ ગયો હતો. તેનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા અને વિપક્ષે વારંવાર આ મુદ્દો ઉઠાવતા મોદી સરકાર પર નિરવ મોદીને ભારત લાવવા માટે દબાણ વધી રહ્યું છે. ધરપકડ વોરંટ જારી થયું તેના બીજા જ દિવસે તે ઝડપાઇ ગયો હતો.

બાદમાં તેને અહીંની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં નિરવ મોદીને હાલ આગામી ૨૯મીએ સુનાવણી ન થાય ત્યાં સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. 

આ જ કોર્ટમાં અગાઉ નવ હજાર કરોડના કૌભાંડી વિજય માલ્યાનો કેસ પણ ચાલ્યો હતો, માલ્યાને ભારતમાં મોકલવાનો આદેશ આ કોર્ટે જારી કરી દીધો છે. તેથી પુરી શક્યતાઓ છે કે તે જ પધ્ધતીને અનુસરીને હવે નિરવ મોદી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામા આવી શકે છે. જોકે વિજય માલ્યાનો કેસ બહુ લાંબાગાળા સુધી ચાલ્યો હતો, હાલ નિરવ મોદીની ધરપકડ જ થઇ છે તેથી આ કેસમાં હજુ અનેક ઉતાર ચઢાવ આવી શકે છે.

બીજી તરફ એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે નિરવ મોદીએ ભારતમાં તો પોતાનો વ્યાપાર સમેટી લીધો છે પણ બીજી તરફ બ્રિટનમાં તેણે નવો વ્યાપાર શરૃ કરી દીધો છે જેની પણ હવે તપાસ થશે. 

આ કૌભાંડમાં નિરવ મોદીની સાથે મેહુલ ચોક્સી અને અન્ય કેટલાક પૂર્વ બેંક અધિકારીઓ પણ સામેલ છે. પંજાબ બેંક પાસેથી નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ કરોડોની લોન લીધી હતી જેને આપ્યા વગર જ ભાગી ગયા હતા. નિરવ મોદીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો તે સમયે તેણે જામીન અરજી કરી હતી, જેને જજ મેરી મેલ્લોને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે જે કૌભાંડ બહાર આવ્યું છે તેની રકમ મોટી છે તેથી આ મુદ્દે જામીન આપવા શક્ય નથી.

જો જામીન આપવામાં આવ્યા તો નિરવ મોદી જામીન પુરા થતા સરેન્ડર નહીં કરે તેની પુરી શક્યતાઓને પગલે અરજી ફગાવાઇ હતી. 

Related posts

મનોહર પારિકરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેમના જ પૂત્ર

Arohi

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

Arohi