GSTV

મોંઘવારી કાબુ બહાર/ એપ્રિલમાં રીટેલ ફુગાવો 4.23 ટકા વધીને મે 6.3 ટકાએ પહોંચ્યો: સામાન્ય માણસની તૂટી કમર

Last Updated on June 14, 2021 by pratik shah

દેશમાં રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ઉછળીને 6.3 ટકા પર પહોંચી ગયો, સોમવારે જાહેર થયેલા સરકારી આકડામાં આ માહિતી આપવામાં આવી છે, અત્રે ઉલ્લેખનિય છે કે એપ્રિલમાં આ દર 4.23 ટકા હતી.  ત્યાં જ ક્રુડ ઓઇલ અને મેન્યુફેક્ચરિંગ ચીજોની હોવસેલ કિંમતોમાં વૃધ્ધીનાં પગલે હોલસેલ ઇન્ડેક્સ પર આધારીત ફુગાવાનાં દર મે મહિનામાં વધીને રેકોર્ડ 12.94 ટકા સ્તરે પહોંચી ગયા, આ ઉછાળામાં તુલનાત્મક આધારની અસર પણ જોવા મળે છે.

મોંઘવારી શુન્યથી 3.37 ટકા નીચે હતી

મે 2020માં WPI આધારિત મોંઘવારી શુન્યથી 3.37 ટકા નીચે હતી. આ સતત પાંચમો મહિનો છે, જ્યારે WPI આધારિત મોંઘવારી વધી છે, એપ્રિલ 2021માં તે 10 ટકાની સીમા પર કરીને  પણ 10.49 ટકા થઇ ગઇ હતી. વેપાર મંત્રાલયએ એક નિવેદનમાં કહ્યું માસિક  WPI પર આધારિત મોંઘવારીની વાર્ષિક દર મે 2021 ( મે, 2020ની તુલનામાં) વધીને  12.94 ટકા થઇ ગઇ,   જે મે 2020 માં શુન્યથી 3.37 ટકા નીચે હતી.

નિવેદન મુજબ, મે 2021માં મોંઘવારીની ઉચ્ચ દર મુખ્યરૂપથી ઓછો આધાર પ્રભાવ અને પેટ્રોલ, ડિઝલ, નેફ્થા, ફર્નેસ ઓઇલ વગેરે પેટ્રોલિયમ ઉત્પાદનો અને મેન્યુફેક્ચરિંગ ચીજોની કિંમતમાં છેલ્લા એક વર્ષનાં સમાન મહિનાની તુલનામાં વૃધ્ધીનું કારણ છે.

એક વર્ષનાં સમાન મહિનાની તુલનામાં વૃધ્ધીનું કારણ

ઇંધણ અને પાવર સેગમેન્ટમાં જથ્થાબંધ ફુગાવો એપ્રિલના 20.94 ટકાની તુલનામાં સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન વધીને 37.61 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ ચીજોમાં ફુગાવો મે મહિનામાં 10.83 ટકા હતો જે અગાઉના મહિનામાં 9.01 ટકા હતો.

ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો મે મહિનામાં નજીવો ઘટીને 4.31 ટકા થયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન ડુંગળી મોંઘી થઈ ગઈ. મેમાં વાર્ષિક ધોરણે ડુંગળીના ભાવોમાં 23.24 ટકાનો વધારો થયો હતો. એપ્રિલમાં તેના જથ્થાબંધ ભાવો એક વર્ષ અગાઉની તુલનાએ 19.72 ટકા ઓછા હતા.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!