GSTV

Fuel Prices: જયપુરમાં ઇંધણના ભાવે તોડ્યો રેકોર્ડ, પેટ્રોલ 116 તો ડીઝલ 103 Rs. લિટરને પાર

Last Updated on October 14, 2021 by Pritesh Mehta

Fuel Prices Today: રાજસ્થાનમાં તેલની કિંમતોમાં તોતિંગ વધારો સતત ચાલુ છે. જેને કારણે સામાન્ય માણસની કમ્મર તૂટી ગઈ છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ 7 વખત વધ્યા છે. જયપુરમાં ગુરુવારે પેટ્રોલ 116 રૂપિયા પ્રતિલિટરની ઉપર પહોંચી ગયા છે. પેટ્રોલની પ્રીમિયમ ગુણવત્તા 116.18 રૂપિયા પ્રતિલિટર તો સામાન્ય ગુણવત્તા 111.19 રૂપિયા પ્રતિલિટર છે. જયારે ડીઝલ 103.07 રૂપિયા પ્રતિલિટર છે.

પેટ્રોલ

રાજસ્થાનમાં સામાન્ય લોકોએ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. કારણ કે સરકાર સતત રાજકારણ કરી રહી છે. પેટ્રોલની કિંમતોમાં સતત વધારાએ સામાન્ય માણસના દૈનિક બજેટ પર મોટી અસર કરી છે. જયપુરમાં પેટ્રોલપંપ પર એક વ્યક્તિએ જણાવ્યું કે, ‘હું એક બેંકર છું. ઇંધણની કિંમતોમાં વધારાને કારણે મારે કાર છોડીને બાઈક ચલાવવા મજબૂર થવું પડ્યું છે. મારુ બજેટ ખોરવાઈ ગયુ છે.

પેટ્રોલ

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના રશદી જિલ્લાઓમાં લોકો પેટ્રોલ અને ડીઝલના વધારે ભાવથી પરેશાન છે. શ્રી ગંગાનગર સહીત રાજસ્થાનના અનેક જિલ્લાના લોકો પેટ્રોલ ભરાવવા માટે પંજાબ હરિયાણા તરફ જય રહ્યા છે. કારણ કે અહીં પેટ્રોલ ડીઝલના ભાવ રાજસ્થાનની સરખામણીમાં ઓછા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

કેરલમાં ભારે વરસાદથી તબાહી/ 18 લોકોના મોત, 22 ગુમ, NDRFની 11 ટીમો સહિત સશસ્ત્રદળોની મદદ લેવાઈ

Pravin Makwana

છત્તીસગઢ: રાયપુરમાં ટ્રેનમાં થયો વિસ્ફોટ, CRPFના છ જવાન ઘાયલ, હાલ સારવાર હેઠળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!