ઑઈલની કિંમતમાં સતત 10મા દિવસે ઘટાડો, જાણો ચારેય મહાનગરોમાં ઑઈલનો ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાથી શનિવારે સતત 10મા દિવસે સામાન્ય જનતાએ હાશકારો અનુભવ્યો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઑઈલની કિંમતમાં ઘટાડો થવાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત ઘટાડાનો ક્રમ યથાવત છે.

છેલ્લા 1 મહિનામાં પેટ્રોલ 6.54 તો ડીઝલ 6.43 રૂપિયા થયુ સસ્તુ

છેલ્લા 1 મહિનામાં દિલ્હીમાં પેટ્રોલ 6.54 રૂપિયા અને ડીઝલ લીટર દીઠ 6.43 રૂપિયા સસ્તુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે ફરી ક્રૂડ ઑઈલની કિંમતમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો.

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં લીટરે 34 પૈસાની કપાત

ઑઈલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં લીટરે 34 પૈસાની કપાત થઇ, જ્યારે કોલકત્તામાં પેટ્રોલ 33 પૈસા અને ચેન્નઈમાં લીટરે 36 પૈસા સસ્તુ થયું. ડીઝલની કિંમતમાં દિલ્હીમાં 37 પૈસા, કોલકત્તામાં 49 પૈસા, મુંબઈમાં 39 પૈસા અને ચેન્નઈમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

કપાત બાદ આ છે નવી કિંમત

ઈન્ડિયન ઑઈલની વેબસાઇટ અનુસાર, દિલ્હી, કોલકત્તા, મુંબઈ અને ચેન્નઈમાં શનિવારે પેટ્રોલની કિંમત 72.53 રૂપિયા, 74.55 રૂપિયા, 78.09 રૂપિયા અને 75.26 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવી. ચારે મહાનગરોમાં ડીઝલની કિંમત 67.35 રૂપિયા, 69.08 રૂપિયા, 70.50 રૂપિયા અને 71.12 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter