GSTV
Home » News » ધોમધખતા તાપમાં શિયાળા જેવી ઠંડક આપશે આ ચિલ્ડ છાશ, આ રીતે બનાવો

ધોમધખતા તાપમાં શિયાળા જેવી ઠંડક આપશે આ ચિલ્ડ છાશ, આ રીતે બનાવો

હાલમાં દિવસેને દિવસે સૂરજનો પ્રકોપ વધી રહ્યો છે. ધોમધખતા તાપના કારણે લોકોમાં ડિહાઈડ્રેસન અને લૂ લાગી જવાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આવામાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટે વધુમાં વધુ પ્રવાહી લેવું જોઈએ. પ્રવાહીમાં લોકો લીંબુ શરબત, ગ્લુકોઝ અને ઠંડા પીણા પીતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગરમીમાં સૌથી વધારે રાહત અને ઠંડક આપતું પીણુ એટલે કે આપણી દેશી છાશ. છાશ પીવાથી ગરમીમાં લૂ લાગી જવાની સમસ્યાથી બચી શકાય છે. આવામાં સાદી છાશમાં સ્વિસ્ટ અપીને તેમાં થોડો ટેસ્ટ ઉમેરી શકાય છે.

છાસને એકલી પીવાને બદલે તેમાં ફુદીનો નાખીને પીવો. છાસની સાથે ફુદીનો પણ ઠંકડ આપે છે. માટે તે પણ ગરમીમાં રાહત આપવાનું કામ કરશે. તો આજથી જ જમ્યા બાદ ચાલું કરી દો મસાલા ફુદીના છાશ. તો જુઈ લો બનાવવાની રીત…

સામગ્રી

  • છાશ- 2 કપ
  • દહી – અડધો કપ
  • ફુદીનાના પાન- 15થી 20 પાંદડા
  • શેકેલા જીરાનો પાવડર – અડધી ચમચી
  • સંચળ – અડધી ચમચી
  • મરી પાવડર – અડધી ચમચી
  • બરફની છીણ – વાડકી

રીત

સૌપ્રથમ ફુદીનાના પાન અને કોથમીરને ધોઇને સાફ કરી લો. એ પછી મિક્સરમાં, છાશ, ફુદીનો, દહી, જીરું, સંચળ, મરી પાવડર અને મીઠું ઉમેરીને ક્રશ કરી લો. તેને એક તપેલામાં કાઢીને તેમાં જરૂર જેટલું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. તમારી મસાલા છાશ કે ફુદિના છાશ તૈયાર છે. તેને સર્વિંગ ગ્લાસમાં કાઢીને છીણેલો બરફ નાખીને, ઉપર જીરું પાવડર છાંટીને સર્વ કરો.

Read Also

Related posts

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો, કાર રોકાવી તેની તપાસ કરી તો આ નિકળ્યું

Riyaz Parmar

અમદાવાદમાં 4 સ્થળે ITનાં દરોડ, 100 કરોડ કરતા વધુનાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા

Riyaz Parmar