GSTV
Gujarat Government Advertisement

FSLનો રિપોર્ટ: રેમડેસિવર નહીં કોરોનાના આ ઇન્જેક્શન પણ નીકળ્યા ડુપ્લીકેટ, અંદર હાનિકારક કેમિકલ મળ્યા

ઇન્જેક્શન

Last Updated on June 10, 2021 by Bansari

કોરોના સક્રમિત ગંભીર હાલતના દર્દીઓ માટે અત્યંત જરૃરી એવા ટોસિલીઝુમાબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણની તપાસ અંતર્ગત ઉમરા પોલીસ દ્વારા આજ રોજ કોર્ટ સમક્ષ એફએસએલનો રીપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એફએસએલ દ્વારા ઇન્જેક્શન ડુપ્લીકેટ હોવાની સાથે તેમાં કેટલાક પ્રકારના કેમિકલ હોવાનું જણાવ્યું છે પરંતુ પોલીસ દ્વારા નવી સિવિલ હોસ્પિટલની મેડીકલ ટીમ પાસે આ અંગેનો સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો છે.

ઇન્જેક્શન

ટોસિલીઝુમાબ ઇન્જેક્શનનું રૃ. ૨.૭૦ લાખનું કાળાબજાર

સુરત શહેર પોલીસ દ્વારા ગત દિવસોમાં ટોસિલીઝુમાબ ઇન્જેક્શનને રૃ. ૨.૭૦ લાખમાં કાળાબજાર કરનાર રસીક લીલાધર કથીરીયા, ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પુત્રી ડો. હેતલ રસીક કથીરીયા, વેસુની જીયોમેક્સ હોસ્પિટલના કર્મચારી વ્રજેશ હેમંત મહેતા, ચૌટાબજારની સુરત જનરલ હોસ્પિટલના જનરલ કેમીસ્ટના મયંક મહેશ જરીવાલ, પ્રયોશા બોટલીંગ નામે પાણીનો વેપાર કરતા વિજય અરજણ કુંભાણી, પરવટ પાટીયાની અમૃતમ હોસ્પિટલમાં ઓક્સિજન બોટલની હેરાફેરી કરનાર પંકજ રામજીભાઇ રામાણી અને ડો. શૈલેષ દેવજીભાઇ વાળા, અને પીપલોદના લેકવ્યુ મેડીકલ સ્ટોરના માલિક અશ્વીન મનસુખ સાવલીયાની ધરપકડ કરી હતી.

ઇન્જેક્શન

ઇન્જેક્શનમાં કેમિકલના ઘટકો મળી આવ્યા

પોલીસે આ તમામની પુછપરછ અંતર્ગત કબ્જે બે ઇન્જેક્શન કબ્જે લીધા હતા. આ ઇન્જેક્શન ઓરીજનલ છે કે ડુપ્લીકેટ તેની તપાસ માટે એફએસએલને મોકલવામાં આવ્યા હતા. જેનો આજ રોજ રીપોર્ટ આવ્યો હતો અને ઉમરા પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. રીપોર્ટ મુજબ ઇન્જેકશનમાં ત્રણ નાના પંચર હતા અને તેમાં ડેમ્સામીયાસોન, ઇટોફાયલીન અને સમીયન નામના કેમિકલના ઘટકો મળી આવ્યા હતા. આ અંગે ડીજીપી નયન સુખડવાલાએ આ અંગે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઇન્જેક્શન ડુપ્લીકેટ છે. જો કે ઇન્જેકશન ડુપ્લીકેટ છે કે ઓરીજનલ તે અંગે એફએસએલનો રીપોર્ટ સિવિલ હોસ્પિટલની મેડીકલ ટીમને હવાલે કરી સ્પષ્ટ અભિપ્રાય માંગવામાં આવ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સારવાર / 60 હજારના ઈન્જેક્શનની કમાલ, કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ધરમૂળથી નાબુદ, 24 કલાકમાં લક્ષણ પણ ગુમ

Harshad Patel

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!