GSTV
Health & Fitness Life Trending

આ ફળોની છાલમાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો, અસલી શક્તિ તો છાલમાં જ છે

મોટાભાગના લોકોને ફળની છાલ કાઢીને ખાવાનું પસંદ હોય છે. જ્યારે વિજ્ઞાન કહે છે કે મોટાભાગના ફળોની છાલમાં વધુ પોષક તત્વો જોવા મળે છે. જો કે અનાનસ, તરબૂચ જેવા ફળોની છાલ પચવી મુશ્કેલ હોય છે, તેથી તેની છાલ ઉતારવી જરૂરી છે, પરંતુ સફરજન, જરદાળુ, બેરી, ગાજર વગેરેની છાલ ઉતારવાથી તેમાં રહેલા પોષક તત્વો મળતા નથી. હકીકતમાં, છાલ સાથે સફરજન ખાવાથી 332 ટકા વધુ વિટામિન K, 142 ટકા વધુ વિટામિન A, 115 ટકા વધુ વિટામિન C અને 20 ટકા વધુ કેલ્શિયમ મળે છે. બટાકા જેવી કેટલીક શાકભાજીમાં પણ આવા જ ફાયદા જોવા મળે છે.

શા માટે કેટલાક ફળો છાલ ઉતાર્યા વગર ખાવી જોઈએ

આરોગ્ય નિષ્ણાત મુજબ, ફળની છાલમાંથી વધુ પોષક તત્વો મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે આખો દિવસ પેટ ભરેલું લાગે છે. આ કારણે કેટલાક ફળો વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ હોય છે. ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ફાઈબરને પચાવવામાં પેટમાં ઘણો સમય લાગે છે, જેના કારણે ભૂખ જલ્દી નથી લાગતી. તેની સાથે છાલમાં ઘણા પ્રકારના એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર, જો ફળને છાલ સાથે ખાવામાં આવે તો તે 31 ટકા વધુ ફાઈબર પ્રદાન કરે છે. તેવી જ રીતે, છાલ સાથે ફળ ખાવાથી એન્ટી-ઑકિસડન્ટની માત્રા 328 ટકા વધી જાય છે. આ સિવાય કેલ્શિયમ, વિટામિન્સ, ફોલેટ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરેનું પ્રમાણ પણ વધે છે.

છાલવાળા ફળ ઘણા રોગો સામે રક્ષણ આપે છે

છાલને કારણે એન્ટી-ઓક્સિડન્ટની માત્રા વધે છે, તેથી તે આપણને ઘણા રોગો સામે લડવામાં મદદ કરે છે. વાસ્તવમાં એન્ટી-ઓક્સિડન્ટો શરીરમાં મુક્ત રેડિકલ સામે રક્ષણ આપે છે. ફ્રી રેડિકલની વધુ માત્રા શરીરમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસને વધારે છે, જેના કારણે તે શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. એન્ટીઓક્સિડન્ટ આ મુક્ત રેડિકલને બનવા દેતા નથી. સંશોધકોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે એન્ટી-ઓકિસડન્ટો હૃદય રોગ અને કેન્સરના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડે છે. ફળની છાલમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફળની છાલમાં 328 ટકા વધુ એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે.

READ ALSO

Related posts

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk

આ દેશમાં વેચાય છે ૧૦ લાખ રુપિયાનું ૧ નંગ તરબૂચ, આરોગવું બધાના નસીબમાં નથી

Vishvesh Dave
GSTV