GSTV
Home » News » ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, વિટામીન સી યુક્ત ફળો આ રોગોથી કરે છે રક્ષણ

ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, વિટામીન સી યુક્ત ફળો આ રોગોથી કરે છે રક્ષણ

આપણે અવાર નવાર એવું સાંભળીએ છીએ કે ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે ફળો ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. ફળો શરીરને પોષણ તો આપે જ છે પરંતુ ન્યુમોનિયા જેવી બિમારી સામે રક્ષણ પણ પુરુ પાડે છે. 
આ વાત તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવી છે. વિટામીન સી યુક્ત ફળો ખાવાથી ન્યુમોનિયા જેવી બિમારીઓના બેક્ટેરિયા સામે લડવામાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મદદ મળે છે. સંતરા, સફરજન, લીંબુ, જામફળ વગેરે જેવા ફળોમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે.

સંશોધનમાં સામે આવ્યુ છે કે ન્યુમોનિયા જેવા રોગના બેક્ટેરિયા હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડને બ્લીચિંગ એજંટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

મુખ્ય સંશોધક નેલસન ગેકરાએ જણાવ્યુ કે આપણું શરીર બેક્ટેરિયા સામે લડવા માટે આ જ હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે છે, ત્યારે કેટલાક બેક્ટેરિયા તેનો જ ઉપયોગ કરી રોગ પ્રતિકારક ક્ષમતાને નબળી બનાવે છે. ફળોમાં રહેલું વિટામીન સી આ કમ્પાઉન્ડને ન્યુટ્રલ કરે છે, જેનાથી શરીરને બેક્ટેરિયા સામે લડવાની તાકાત મળે છે. જેથી આવા રોગો સામે રક્ષણ મળે છે.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!