GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

થૂક લગાવીને વેચી રહ્યો હતો ફળ, Video વાયરલ થતાં જ થઇ ગયાં આવા હાલ

video

બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના માસિકમાં ચલણી નોટોથી નાક લૂછનાર એક શખ્સનો Video વાયરલ થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે નોટો દ્વારા તેણે કોરોના સંક્રમણ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. સાથે જ હવે મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાથી નોટો પર થૂક લગાવ્યા બાદ ફળો પર થૂક લગાવતા એક શખ્સનો Video વાયરલ થયો છે. Video કોઇએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. Video વાયરલ થયા બાદ પોલીસે આ ફળ વેચનાર શખ્સ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

રાયસેનના મુખ્ય બજારમાં વેચે છે ફળ

સ્થાનિક લોકોએ જણાવ્યું કે શેરૂ મિયાં રાયસેનના મુખ્ય બજારમાં ક્યારેક લારી લગાવે છે. તેનું ઘર શહેરના તિપટ્ટા બજાર પાસે ટીન વાળી મસ્જિદ પાસે છે. Video વાયરલ થયા બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. સ્થાનિક અખબારો અનુસા શેરુ મિયાંની દિકરી ફિઝાએ કહ્યું કે તેના પિતા પર પોલીસે કેસ કરીને તેમને માર માર્યો અને ઘરમાંથી હાંકી કાઢ્યાં.

માનસિક રીતે અવસ્થ

દિકરીએ જણાવ્યું કે હવે લોકો ફોન કરી રહ્યાં છે, હું તેમને કેવી રીતે જણાવું કે મારા પિતાની સ્થિતિ કેવી છે. તેમની માનસિક સ્થિતિ ખરાબ છે. ફિઝાએ કહ્યું કે પહેલાં અમારો દૂધનો ધંધો હતો, મારા પિતા નોટ ગણતી વખતે આવું કરતાં હતા, પછી તેમની તબિયત ખરાબ થઇ ગઇ અને ધંધો બંધ થઇ ગયો. તે પછી તેમણે ફળ વેચવાનું કામ શરૂ કર્યુ, તે પણ રેગ્યુલર નથી કરતા. જ્યારે મન હોય ત્યારે જાય છે અને ન હોય તો નથી જતાં.

નોટ ગણવા જેવી આદત

આરોપીની દિકરીએ જણાવ્યું કે મારા પિતાની આ આદત નોટ ગણવા જેવી છે. તેઓ ઘરમાં પણ આવું કરતા રહે છે. જ્યારે વધુ તણાવમાં હોય તો તેઓ ઘણીવાર આવું કરતાં હતાં. Video વાયરલ થયા બાદ અમે ખૂબ જ પરેશાન છીએ. સાથે જ માહોલ પણ ખરાબ થઇ ગયો છે.

Videoમાં ફળો પર થૂક લગાવનાર આ શખ્સનું નામ શેરુ મિયા છે. તે વારંવાર લારીમાં રહેલા સંતરા પર થૂક લગાવી રહ્યાં છે અને થૂક લગાવીને તેને મુકી રહ્યો છે. કોરોના કાળમાં Video વાયરલ થયા બાદ શેરૂ મિયાંની મુશ્કેલી વધી ગઇ છે. તે બાદ રાયેસન પોલીસે શેરૂ મિયા વિરુદ્ધ ધારા 269 અને 270 અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

Read Also

Related posts

વાવાઝોડાની અસર: મુંબઈનો સમુદ્ર તોફાની બન્યો, દરિયાકિનારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

pratik shah

અમેરીકા થયું વધુ સખ્ત, ચીનથી આવનારા યાત્રી વિમાનો પર લગાવ્યો સંપૂર્ણ પ્રતિબંધ

pratik shah

મોદી સરકારની સૌથી મોટી કૂટનીતીક જીત, યુદ્ધનાં ઉન્માદમાં ચઢેલા ચીને LOC પરથી 2 કિમી કરી પીછે હટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!