તમે ચટાકેદાર વાનગીઓનો સ્વાદ માણી શકો તે માટે સ્ટ્રીટ વેંડર્સ શું શું નથી કરતા. ક્યારેક તેઓ જોરદાર પ્રયોગ કરીને સામાન્ય વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવી દે છે, તો ક્યારેક કંઇક એવું કરી નાંખે છે જેને જોઇને કોઇનું પણ મગજ ચકરાવે ચડી જાય. આજકાલ ચાને લઇને તમામ પ્રકારના પ્રયોગો થતા જોવા મળી રહ્યાં છે. જો સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, તો રૂહ અફઝા વાળી ચા વિશે તમે જરૂર જાણતા હશો. પરંતુ સુરતના એક ચા વાળા ભાઇએ કંઇક એવી ચા બનાવી, જેની રેસિપી જાણ્યા બાદ લોકોના મગજ ચકરાવે ચડી ગયા છે. હકીકતમાં, વાયરલ વીડિયોમાં આ સાહેબ સફરજન, કેળા અને ચીકુ સાથે ચા બનાવીને લોકોને સર્વ કરી રહ્યાં છે. આ વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યાં છે કે હવે આ શું નવી કરામત છે?

તમે અત્યાર સુધી આદુ, ઇલાયચી અને મસાલા વાળી ચા તો પીધી જ હશે, પરંતુ શું ક્યારેય ફળોથી બનેલી ચા પીધી છે? વાંચવામાં આ જેટલું વિચિત્ર લાગે છે, એટલું જ આ કોઇનું મગજ ચકરાવે ચડાવવા માટે પૂરતુ છે. તો ચાલો તમને જણાવીએ આ નવા પ્રકારની ચા વિશે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે સુરતમાં એક વેંડર ફળ વાળી ચા બનાવી રહ્યો છે. વેંડરે જણાવ્યા અનુસાર, પાછલા 20 વર્ષથી અહીંના લોકો આ ચાની મજા માણી રહ્યાં છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે વેંડર ફળોની ચા બનાવવા માટે દૂધમાં ખાંડ, કેળા અને ચીકુ મિક્સ કરીને તેને સારી રીતે ચડાવે છે. તે બાદ ગાળીને સર્વ કરે છે. સાથે જ સફરજનનો ફ્લેવર નાંખવા માટે ઉકળતી ચામાં તે આદુની જેમ સફરજન છીણીને નાંખે છે.
અહીં જુઓ ફળો વાળી ચાનો વીડિયો
આ વિચિત્ર કોમ્બિનેશન વાળી ચાની રેસિપીને ઇન્સ્ટાગ્રામ પર foodie_incarnate નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે, સુરતની ફ્રૂટ ચા. ગણતરીના કલાકોમાં જ આ વીડિયોને 58 હજારથી વધુ લોકો લાઇક કરી ચુક્યાં છે. આ વિચિત્ર ચાના વીડિયોને જોયા બાદ લોકો ગુસ્સે ભરાઇ રહ્યાં છે. યુઝર્સ કહી રહ્યાં છે કે ચાને ચા જ રહેવા દો ભાઇ, તેના વિના અમે નહીં રહી શકીએ.
એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું, હવે આ જ જોવાનું બાકી રહી ગયું હતું. સાથે જ અન્ય એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું, અરે સુરતીઓ…ચીઝ તો નાંખ્યું જ નહીં ચા માં, તો શું ફાયદો થયો. એક અન્ય યુઝરે લખ્યું, નરકમાં આની અલગ સજા છે. લોકોની પ્રતિક્રિયા જોઇને લાગી રહ્યું છે કે ચાની આ રેસિપી પર લોકો ખૂબ જ ભડકેલા છે.
Read Also
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ