અમેરિકામાં અતિભયંકર ઠંડી, 21 લોકોના મોત

અમેરિકામાં અતિભયંકર ઠંડીના કારણે અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા. અમેરિકાના મધ્ય-પશ્વિમ વિસ્તારમાં તાપમાન માઈનસ 30થી 40 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યુ. ઠંડીન કારણે મિશિગન, આયોલા, ઈન્ડિયાના, ઈલિનોઈસ અને મિનેસોટામાં મૃતકની સંખ્યા 21 પર પહોંચી ગઈ. કાતિલ ઠંડીના કારણે એક અંદાજે 25 કરોડ લોકો પ્રભાવિત થયા છે.

ઠંડીના કારણે શિકાગોમાં મોટી સંખ્યામાં ફ્લાઈટ્સને રદ કરવામાં આવી છે. કેમ કે, શિકાગોમાં સૌથી વધારે ઠંડી પડી રહી છે. જેથી બેંક અને સ્ટોર્સ બંધ કરવામાં આવ્યા છે. કેટલાક શહેરોમાં તાપમાન એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ઉકળતું પાણી હવામાં ફેંકતની સાથે જ થીજી જાય છે. આ ઉપરાંત અમેરિકાના મોટા ભાગના શહેરોમાં વોર્મિગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકામાં પડી રહેલી ઠંડી માટે પોલર વોર્ટક્સ જવાબદાર ગણવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter