અમે તમને એનો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ જેની શરૂઆત કરતાં જ તમારી લોટરી લાગી જશે. આ એક એવો બિઝનેસ છે, જેમાં ખૂબ જ ઓછો ખર્ચ થાય છે અને બમ્પર કમાણી થાય છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ ફ્રોઝન વટાણાનાં બિઝનેસ વિશે. વટાણાની માંગ આખુ વર્ષ રહે છે, પરંતુ વટાણા ફક્ત ઠંડીની સિઝનમાં જ મળે છે. લગ્ન પ્રસંગ અને અન્ય આયોજનમાં ફ્રોઝન વટાણાની જ શાકભાજી અને અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે.
ફ્રોઝન વટાણાનો બિઝનેસ તમે તમારા ઘરના નાનકડાં રૂમથી જ શરૂ કરી શકો છો. જોકે, મોટાં પાયે બિઝનેસ કરવા માંગો છો તો 4000થી 5000 વર્ગ ફૂટ જગ્યાની જરૂર પડશે. તેમજ, નાના સ્તરે બિઝનેસ શરૂ કરવા માટે વટાણા છોલવા માટે અમુક મજૂરોની જરૂરત પડશે. મોટાં પાયે કરવું હોય તો, તમારે વટાણા છોલવાવાળી મશીનની જરૂર પડશે. સાથે જ અમુક લાયસન્સની પણ જરૂર પડશે.

કેવી રીતે શરૂ કરવું ?
જો તમે ફ્રોઝન વટાણાનો બિઝનેસ શરૂ કરવાનું ઈચ્છો છો તો તમારે શિયાળામાં ખેડૂતો પાસેથી લીલાં વટાણાની ખરીદી કરવી પડશે. સામાન્ય રીતે તાજા વટાણા ફેબ્રુઆરી મહિના સુધી આરામથી મળી શકે છે. ફ્રોઝન વટાણાંનો બિઝનેસની શરૂઆત પોતાના ઘરે 1 નાનકડાં રૂમથી શરૂ કરી શકો છો. ખેડૂતો પાસેથી વટાણા લઈને તમારે તેને છોલવા, ધોવા, ઉકાળવા અને પેકિંગ વગેરે માટે મજૂરોની જરૂર પડશે. એવું નથી કે તમારે એકસાથે જ બધાં વટાણા ખરીદવા પડશે. તમે દરરોજ વટાણા ખરીદીને તેની પ્રોસેસ કરી શકો છો.
કેટલી થશે કમાણી?
ફ્રોઝન વટાણાનો બિઝનેસ શરૂ કરવાથી ઓછામાં ઓછો 50-80 ટકા નફો મળી શકે છે. ખેડૂતો પાસેથી 10 રૂપિયા પ્રતિ કિલોના દરે લીલા વટાણા ખરીદી શકાય છે. જેમાં બે કિલો લીલા વટાણામાં લગભગ 1 કિલો દાણા નીકળે છે. જો તમને બજારમાં 20 રૂપિયા પ્રતિ કિલો વટાણાની કિંમત મળે છે, તો તમે આ વટાણાને પ્રોસેસ કરી શકો છો અને તેને 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો. બીજી તરફ, જો તમે ફ્રોઝન વટાણાના પેકેટ સીધા છૂટક દુકાનદારોને વેચો છો, તો તમને વધુ નફો થશે.

જાણો કેવી રીતે બને છે ફ્રોઝન વટાણા?
ફ્રોઝન વટાણા બનાવવા માટે, વટાણાને પહેલા છોલવામાં આવે છે. આ પછી વટાણાને લગભગ 90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકાળવામાં આવે છે. ત્યારબાદ વટાણાના દાણાને 3-5 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ઠંડા પાણીમાં નાખવામાં આવે છે, જેથી તેમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. આ પછી, આગળનું કામ આ વટાણાને 40 ડિગ્રી સુધી તાપમાનમાં રાખવાનું છે. જેથી વટાણામાં બરફ જામી જાય. ત્યારબાદ વટાણાને અલગ-અલગ વજનના પેકેટમાં પેક કરીને બજારમાં પહોંચાડવામાં આવે છે.
Read Also:
- પતિના વર્તનનાં કારણે ઘરમાં અશાંતિ રહેતી હોય, તો તે ઘરમાં રહેવાનો હકદાર નથી, વકીલ પત્નીને ઘર શોધવા કર્યો નિર્દેશ
- Monkeypox: લક્ષણો વિના પણ સામે આવી શકે છે મંકીપોક્સના કેસ, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
- ભરૂચ/ ગોલ્ડન બ્રિજ આજે વટાવી શકે છે 24 ફૂટની ભયનજક સપાટી, આ ગામોને કરાયા એલર્ટ : 186 નાગરિકો અને પશુધનનું સ્થળાંતર
- મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ
- મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી