GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

2008થી ગુજરાતીઓ જે આશા રાખી બેઠા છે તે જો ટ્રમ્પ પૂર્ણ કરી દે તો મુંબઈ નહીં ખાવો પડે ધક્કો

ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે અને દરેક ગુજરાતીનું એક સપનું હોય છેકે અમેરિકા જવું છે. પણ અમેરિકાના વીઝા માટે દરેક ગુજરાતીએ મુંબઇનો ધક્કો ખાવો જ પડે છે. જેથી વર્ષ ૨૦૦૮થી એક જ માંગ છે કે ગુજરાતને યુએસ એમ્બેસી મળે. જેથી વીઝા માટે મુંબઇ સુધી ધક્કો ન પડે. પરંતુ હજુ સુધી યુએસ એમ્બેસીની માંગ પૂરી થઇ નથી.

  • શું ટ્રમ્પની ગુજરાત મુલાકાતથી ગુજરાતને થશે ફાયદો ?
  • શું ગુજરાતને યુએસ એમ્બેસી મળશે ?
  • શું ગુજરાતમાંથી જ મળી શકશે અમેરિકાના વીઝા ?
  • વર્ષ ૨૦૦૮થી થઇ રહેલી માંગ હજુ સુધી નથી સંતોષાઇ

કુલ ભારતીયોના ૨૫ ટકા લોકો ગુજરાતી

અમેરિકામાં જ્યાં જુઓ ત્યાં ગુજરાતીઓ નજરે પડે છે. એમ કહીએ કે કુલ ભારતીયોના ૨૫ ટકા લોકો ગુજરાતી છે. અમેરિકામાં માત્ર મતદાર તરીકે જ નહીં પરંતુ ઈકોનોમી અને ઈલેકશન ફંડ માટે પણ ગુજરાતીઓ અગ્રેસર છે. પ્રફુલ નાયક કે જેઓ આઈના નામની સંસ્થા ચલાવે છે અને તેના નેજા હેઠળ અમેરિકામાં વર્ષ ૨૦૦૫થી દર ૨ વર્ષે તેઓ ચલો ગુજરાત કાર્યક્રમ યોજે છે. જેમાં વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને એક જ છત નીચે એકઠા કરે છે. તેમના દ્વારા પણ વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયુ હતું.

અમેરિકામાં ગુજરાતીઓનો ફાળો

  • હોટેલ-મોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ૪૨ ટકા હિસ્સો
  • ચેઇન સ્ટોર્સ, પેટ્રોલ પંપ સાથે અનેક ગુજરાતીઓ સંકળાયેલા

અમેરિકન અર્થતંત્રમાં ગુજરાતીઓનો ખુબ મોટો ફાળો

જેમાં ગુજરાતને યુએસ એમ્બેસી મળે તેના પ્રયાસ થયા હતા. હાલમાં ગુજરાતીઓને યુએસ જવા માટે મુંબઈ યુએસ એમ્બેસી ખાતે ધક્કા ખાવા પડે છે. એક મુલાકાત માટે લગભગ ૪ દિવસ જેટલો સમય લાગે છે. જેમાં નાણા અને સમય બંનેનો વ્યય થાય છે. ત્યારે જો ગુજરાતને એમ્બેસી મળે તો ગુજરાતીઓને ઘણો ફાયદો થઇ શકે છે. યુએસની હોટલ-મોટ્લ ઇન્ડસ્ટ્રીના 100 ટકા માંથી 42 ટકા હિસ્સો મૂળ ગુજરાતીઓનો છે.

ટ્રમ્પનો ગુજરાતમાં રસ

  • ૨૦૧૨થી ટ્રમ્પ રિયલ એસ્ટેટ બિઝનેસમાં
  • ગુજરાતના ગાહેડના હોદેદારો સાથે બેઠક કરી હતી
  • ગુજરાતના રિયલ એસ્ટેટમાં દાખવ્યો હતો રસ

અમેરિકન અર્થતંત્રમાં ગુજરાતીઓનો ખુબ મોટો ફાળો

આ ઉપરાંત ચેઈન સ્ટોર્સ, પેટ્રોલ પંપ આમ વિવિધ ધંધાઓ સાથે ગુજરાતીઓ જોડાયેલા છે. જેથી અમેરિકન અર્થતંત્રમાં ગુજરાતીઓનો ખુબ મોટો ફાળો છે. વર્ષ 2012થી ટ્રમ્પ જુનિયર જે રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે. તેમણે ગુજરાત ગાહેડના હોદેદારો સાથે બેઠક કરીને ગુજરાતના રિયલ એસ્ટેટ બિઝનેસમાં રસ ધરાવ્યો હતો. આમ ટ્રમ્પની ગુજરાત મુલાકાત ફળદાયી નીવડે અને યુએસ એમ્બેસીનો ફાયદો ગુજરાતમાં જ મળે તેવી આાશા દરેક ગુજરાતી સેવી રહ્યો છે.

READ ALSO

Related posts

VIDEO: હવે આને કોણ સમજાવે, જુઓ તો ખરા લાઈવ રિપોર્ટીંગમાં કેમેરાની સામે આવી શું કરે છે આ ટેણીયું

Pravin Makwana

અમરેલી પંથકમાં છવાયા કાળાડિબાંગ વાદળો, સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ

Bansari

વાપી GIDCમાં વિકરાળ આગથી મચી અફરાતફરી, કાળા ડિબાંગ ધુમાડા આકાશમાં દૂર સુધી ફેલાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!