GSTV
Home » News » ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી શ્યાહી ક્યાથી આવે છે, જાણો વિગતે

ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી શ્યાહી ક્યાથી આવે છે, જાણો વિગતે

election ink

ચૂંટણી પંચે 1962માં કાયદા મંત્રાલય, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમની સાથે મળીને મૈસૂર પેન્ટ્સની સાથે લોકસભા વિધાનસભા ચૂંટણીમાં પાક્કી શ્યાહીના પુરવઠા માટે સમજૂતી કરી હતી.

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા 33 કરોડ રૂપિયાની કિંમત પર પાક્કી શ્યાહીની 26 લાખ બોટલનો આર્ડર આપ્યો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇને 19 મેના રોજ સંપન્ન થશે. ચૂંટણી પંચે 2014ની લોકસભા ચૂંટણીમાં 21.5 લાખ બોટલો મંગાવી હતી, જે ચાલુ વર્ષની સરખામણીએ 4.5 લાખ ઓછી હતી. કર્ણાટક સરકારનો ઉપક્રમ મૈસૂર પેન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ ચૂંટણી પંચ માટે પાક્કી શ્યાહી બનાવવા માટે અધિકૃત એક માત્ર નિર્માતા છે.

મૈસૂર પેન્ટ્સના મેનેજમેન્ટ નિર્દેશક ચંદ્રશેખર ડોડામનીએ જણાવ્યું કે કંપનીને ચૂંટણી પંચ પાસેથી 10-10 ક્યૂબિક સેન્ટિમીટરની 26 લાખ બોટલો બનાવવાનો ઓર્ડર પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું, ‘સંભવિત ટર્નઓવર લગભગ 33 કરોડ રૂપિયાનુ છે.’ ડોડામનીએ જણાવ્યું કે આ વખતે ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ 4.5 લાખ બોટલો વધારે મંગાવવામાં આવી છે. મૈસૂર પેન્ટ્સ વિશ્વભરમાં 30થી વધારે દેશોની પાક્કી શ્યાહી નિકાસ કરે છે.

ચૂંટણી પંચે 1962માં કાયદા મંત્રાલય, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમની સાથે મળીને મૈસૂર પેન્ટ્સની સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાક્કી શ્યાહીના પુરવઠા માટે કરાર કર્યો હતો.

READ ALSO

Related posts

જ્યારે ઘણી યોજનાઓ શક્ય છે, 370 પણ શક્ય છે

Path Shah

ઉત્તરાખંડ-યુપીનાં રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવાની ધમકી,પત્ર મળતા હાઇએલર્ટ

Riyaz Parmar

વેપાર પર જોવા મળી પુલવામાની અસર: પાક. સાથેનાં સીમાપારનાં વેપારી સંબંધો પર રોક

Riyaz Parmar