આજથી મફત મુસાફરીનો અંત, મેટ્રોમાં ફરવા 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે

અમદાવાદ મેટ્રો ટ્રેનમાં આજે તા.૧૫ માર્ચથી વસ્ત્રાલ ગામથી એપરલપાર્ક સુધીનું મુસાફરદીઠ દશ રૂપિયા ભાડુ વસુલવામાં આવશે. આ ટ્રેન હાલમાં વચ્ચેના એકપણ સ્ટેશન પર રોકાશે નહીં. મેટ્રો સ્ટેશનોનું કામકાજ ચાલી રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે. માર્ચ માસના અંત સુધીમાં નિરાંત ચોકડી અને અમરાઇવાડી સ્ટેશન ખૂલ્લું મૂકાતા ત્યાં મેટ્રો ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે.

ગત ૪ માર્ચે અમદાવાદ મેટ્રો ટ્રેનનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થયું હતું. ગત ૬ માર્ચથી ૧૪ માર્ચ સુધીના નવ દિવસ મેટ્રો ટ્રેનમાં મુસાફરોને મફત મુસાફરીની સુવિધા અપાઇ હતી. જેમાં કુલ ૭૫,૯૧૭ મુસાફરોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો.

metro station in Ahmadabad

આ અંગે મેટ્રો ટ્રેનના એડમીન ડેપ્યુટી જનરલ મેનેજર અંકુર પાઠકના જણાવ્યા મુજબ નિરાંત ચોકડી અને અમરાઇવાડી મેટ્રો સ્ટેશનનું હાલમાં ફિનીંસીંગ કામ ચાલી રહ્યું છે. જે ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરીને બંને સ્ટેશનો મુસાફરો માટે ખૂલ્લા મૂકી દેવાશે.

રબારી કોલોની અને વસ્ત્રાલ સ્ટેશનનું કામકાજ ચાલી રહ્યું છે. જેનું કામ આગામી મે માસના અંત સુધીમાં પૂર્ણ કરીને મે માસના અંત સુધીમાં બંને સ્ટેશનો પણ ખૂલ્લા મૂકાશે.

માર્ચના અંત સુધીમાં બીજી ટ્રેન ચાલુ કરાશે:

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર આઈ. પી. ગૌતમે જણાવ્યું કે, બીજી ટ્રેન પણ ટ્રેક પર દોડવા તૈયાર છે અને બે-ત્રણ દિવસમાં તેનું ટ્રાયલ શરૂ કરી દેવાશે અને ટ્રાયલ સફળ રહ્યા બાદ માર્ચના અંત સુધીમાં બીજી ટ્રેન લોકો માટે ખુલ્લી મુકી દેવામાં આવશે.

મેટ્રોમાં મુસાફરીના આ છે ટાઈમીગ

હાલમાં વસ્ત્રાલ ગામથી સવારે ૧૧: ૦૦, ૧૧: ૫૦, ૧૨: ૪૦, ૧૩: ૩૦, ૧૪: ૨૦, ૧૫: ૧૦, ૧૬: ૦૦ અને ૧૬: ૫૦ કલાકે ઉપાડાશે. જ્યારે એપરલપાર્કથી વસ્ત્રાલ ગામ તરફ જવા માટે સવારે ૧૧: ૨૫, ૧૨: ૧૫, ૧૩: ૦૫, ૧૩: ૫૫, ૧૪: ૪૫, ૧૫: ૩૫ અને ૧૬: ૨૫ કલાકે ઉપાડાશે.

આજે મ્યુનિ.કોર્પોરેશના તમામ ઉચ્ચ અધિકારીઓ, કોર્પોરેટરો અને હોદ્દેદારોએ મેટ્રો ટ્રેનમાં મફત મુસાફરીની કરી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter