GSTV
Uncategorized

આજથી આ 3 બેન્કમાં સસ્તી થઈ ગઈ તમામ લોન, RBIના આદેશનો કર્યો અમલ

1 માર્ચ 2019 એટલે કે આજથી ત્રણ બેન્કોની લોન સસ્તી થઈ છે. RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી બે સરકારી બેંક અને એક પ્રાઈવેટ બેંકે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડો 1 માર્ચ 2019થી અમલમાં આવ્યો છે. વ્યાજદરમાં ઘટાડાથી લોકોને પહેલા કરતા સસ્તા દરે હોમ લોન અથવા ઓટો લોન મળી શકશે.

ઈલ્હાબાદ બેંક પણ પીસીએ ફ્રેમવર્ક બહાર આવ્યાના એક દિવસ પછી એમસીએલઆર રેટમાં 0.10 ટકાનો ઘટાડો કરવાનુ જાહેર કર્યુ છે. આ 1 માર્ચથી લાગુ થશે. તેનાથી હોમ, કાર અને અન્ય રીટેલ લોન સસ્તી થઈ જશે. એક રાત, એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ. બે વર્ષ અને ત્રણ વર્ષના સમયગાળા માટે એમસીએલઆરમાં 0.10 ટકાનો ઘાટડો કરવામાં આવ્યો છે. નવા રેટ ક્રમશ : 8.15, 8.25, 8.45, 8.50, 8.65 અને 8.95 ટકા હશે

વ્યાજદરમાં ઘટાડો કરનાર પ્રાઈવેટ સેક્ટરની પ્રથમ બેંક છે કોટક મહિન્દ્રા બેંક

કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા વ્યાજદરોમાં0.05 ટકાનો ધટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેંકે એક વર્ષથી ચાર સમયગાળા માટેની લોન માટે MCLR આધારિત વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી છે. તે અંતર્ગત વ્યાજદર ઘટાડવાની જાહેરાત કરી છે. તે અંતર્ગત એક વર્ષની લોન પર   MCLR હવે 9 ટકા રહેશે. જે પહેલા 9.5 ટકા હતુ. જ્યારે એક દિવસની લોન માટે MCLR 8.30 ટકા રહેશે.

PNB દ્વારા વ્યાજદરમાં 0.10 ટકાનો ધટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ ઘટાડો વિવિધ સમયગાળાની લોન માટે કરવામાંઆવ્યો છે. જે 1 માર્ચથી અમલમાં આવશે. અત્યાર સુધી લોન પર વ્યાજદર 8.55 ટકા હતો જેને ઘટાડીને 8.45 ટકા કરી દેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલ લોન માટેનો વ્યાજદર ઘટીને 8.65 ટકા રહેશે.

Related posts

નવમા વિશ્વ યોગની વડોદરા શહેર અને જિલ્લામાં ઉજવણી થાય એ માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા, ત્રણ સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો

pratikshah

સીતાનો રોલ કરનારા દીપિકા ચિખલિયાને કૃતિ સેનન પર આવ્યો ગુસ્સો, આપી આ શીખામણ

Siddhi Sheth

ધ બર્નિંગ ટ્રેલર/સુરતના હજીરા પલસાણા રસ્તા પર દોડતા ટ્રેલરમાં આગ ભભૂકી ઊઠી, સદનસીબે ડ્રાઇવર ક્લીનરનો આબાદ બચાવો

HARSHAD PATEL
GSTV