GSTV
Home » News » મોદીની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક, આજથી નવી સરકારનું પહેલું સંસદ સત્ર

મોદીની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક, આજથી નવી સરકારનું પહેલું સંસદ સત્ર

સોમવારથી ૧૭મી લોકસભાનું સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જે દરમિયાન કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રિપલ તલાક બિલ સહીતના મુદ્દાઓ સરકારના મુખ્ય એજન્ડા રહેશે. દરમિયાન આ સત્ર શરૂ થાય તેના એક દિવસ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી. જે દરમિયાન કોંગ્રેસ સહીતના પક્ષો પણ આ બેઠકમાં જોડાયા હતા, કોંગ્રેસે સરકારની નીતીઓ અને કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. જેમાં બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, દુષ્કાળ, પત્રકારત્વની આઝાદી વગેરેનો પણ સમાવેશ થાય છે.

આ બેઠકમાં અન્ય પક્ષોએ પણ સરકારની નીતીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. હવે સરકારે બજેટની તૈયારી કરી લીધી છે અને આગામી પાંચ જૂલાઇના રોજ તેને રજુ કરવામાં આવશે. જ્યારે અન્ય જે બિલ રજુ કરવાના છે તેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે.

સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે દરમિયાન તેમણે સર્વપક્ષીય બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા થઇ તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સર્વપક્ષીય બેઠક દરેક પક્ષોને સાથે રાખીને સંસદીય કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તે માટે બોલાવવામાં આવી હતી. 

બીજી તરફ એવા અહેવાલો છે કે સંસદીય સત્ર શરૂ થવા જઇ રહ્યું છે પણ કોંગ્રેસમાંથી લોકસભાના નેતાનું નામ હજુસુધી જાહેર કરવામાં નથી આવ્યું. તેથી એવી શક્યતાઓ છે કે આ વખતે લોકસભામાં કોંગ્રેસ પોતાના કોઇ નેતાનું નામ જાહેર નહીં કરે. કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ પીએલ પુનિયાએ જણાવ્યું હતું કે લોકસભાના નવા સાંસદોને સપથ અપાવ્યા બાદ વિપક્ષના નેતાઓ મળશે. જે દરમિયાન વિપક્ષના નેતા કોને પસંદ કરવા તે અંગે નિર્ણય લેવામા આવી શકે છે.

READ ALSO

Related posts

જૂનાગઢમાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા ભાજપમાં જોડાતા, કોંગ્રેસે લગાવ્યા આ આક્ષેપો

Mansi Patel

વડોદરાના તળાવોના પાણી સ્વચ્છ અને દુર્ગંધ રહિત કરવા માટે 1.83 કરોડના એમઓયુ થયા સાઈન

Kaushik Bavishi

હવે બોટલ બંધ ફ્રેશ હવા મળશે બજારમાં, ખરીદો હિમાલયની પ્રકૃતિની તાજા હવા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!