GSTV

શું આજથી UPI ટ્રાંજેક્શન પર લાગશે એક્સ્ટ્રા ચાર્જ? અહીંયા જાણો આ દાવામાં કેટલી છે હકીકત

Last Updated on January 1, 2021 by Ankita Trada

કેટલીક મીડિયા સંસ્થા તરફથી એક સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જેમાં દાવો કરવામા આવી રહ્યો છે કે, આજે એટલે કે 1 જાન્યુઆરી 2021થી આખા દેશમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ થકી કોઈને પણ પેમન્ટ કરવું મોંઘુ સાબિત થશે. તે માટે યૂઝર્સને મહત્તમ ચાર્જ આપવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટી એપ્લીકેશનનો વપરાશ કરે છે. જેમ જ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા તો તેજીથી વાયરલ થઈ ગયા. એવામાં જે લોકો UPI થકી ટ્રાંજેક્શન કરે છે, તેઓ ખૂબ જ પરેશાન છે.

સમાચારોને ખારીજ કરી દીધા

આ વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ સમાચાર ખોટા મળી આવ્યા છે. આ સમાચાર એકદમ ખોટા છે કે, NPCI એ UPI ટ્રાંજેક્શનને 1 જાન્યુઆરીથી મોંઘુ કરવાની વાત કરી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ શુક્રવારે 1 જાન્યુઆરી 2021થી UPI ટ્રાંજેક્શન ચાર્જ વિશે વાયરલ થઈ રહેલ સમાચારોને ખારીજ કરી દીધા છે. NPCI એ અનુરોધ કર્યો છે કે, યૂઝર્સ આવી ખોટી જાણકારીના શિકાર ન થઈ જાય.

યૂઝર્સ પર અસર પડી શકે

રીપોર્ટ્સમા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર્સ તરફથી ચલાવનારી UPI પેમેન્ટ સર્વિસ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી 2021થી NPCI ના નવા નિયમથી ગૂગલ પે, ફોન પે અને અમેજોન પે યૂઝર્સ પર અસર પડી શકે છે. તો પેટીએમના આ દાયરાથી બહાર રાખવામાં આવ્યા છે.

UPI વ્યવહાર ચાલુ રાખવાનો આગ્રહ

NPCI એ ટ્વીટ કરી જણાવ્યું કે, તેમની તરફથી UPI ટ્રાંજેક્શનને મોંઘુ કરવામાં આવ્યુ નથી. સાથે જ થર્ડ પાર્ટી એપ્સ થકી કરવામાં આવનાર ચૂકવણી પર કોઈ વધારાનો ચાર્ લગાવ્યો છે. તો NPCI એ કહ્યુ કે, સોશિયલ મીડિયા પર ચાર્જ વધારવાના જે પણ સમાચાર પ્રસારિત થઈ રહ્યા છે તે બધા ખોટા છે. તે સિવાય એક પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, NPCIએ તમામ ગ્રાહકોને આ પ્રકારના સમાચાર પર વિશ્વાસ ન કરવા અને સતત અને સુવિધાજનક UPI વ્યવહાર ચાલુ રાખવાનો આગ્રહ કર્યો છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!