GSTV

આતંકવાદથી લઇને કોરોના અને વિપક્ષ સુધી, રાષ્ટ્રને નામ સંબોધનમાં આ રહ્યાં પીએમ મોદીના મહત્વના મુદ્દા

મોદી

પીએમ મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ પર રાષ્ટ્રને સંબોધન કર્યુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ. આપણે આજે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવી રહ્યા છીએ.  સરદારની પ્રતિમા આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું તિર્થસ્થળ બન્યુ છે. હવે કેવડિયા દુનિયાના ટુરિઝમ મેપમાં દેખાશે.

કોરોના સામે લડત

પીએમ મોદીએ કોરોના મહામારી અંગે જણાવ્યુ હતુ કે,  આજે આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. પરંતુ દેશના તમામ લોકો સાથે મળીને કોરોના સામે લડાઈ લડી છે. આપણા કોરોના વોરિયર્સ બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે.  દેશની એકતાની તાકાતાના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં વિકાસ

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપણે દેશ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યો છે.

ચીનને જડબાતોડ જવાબ

પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ સરહદ પર વધારે મજબૂત થયો છે. દેશની નજર સરહદ મજબૂત થઈ છે. જે સરહદ પર નજર નાખે છે તેને ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

આતંકવાદ પર પ્રહાર

આજે આતંકવાદને કેટલાક દેશ ખુલામાં સમર્થન કરી રહ્યા છે. આવા દેશ દુનિયામાં ખુલા પડ્યા છે. દુનિયાના દેશોએ આતંકવાદ વિરૂદ્ધ એક થવાની જરૂર છે.  આતંકવાદ અને હિંસાથી કોઈનું કલ્યાણ થયું નથી. આપણો દેશ છેલ્લા ઘણાં દશકોથી આતંકવાદથી પીડાઈ રહ્યો છે.આપણે આતંકવાદના કારણે અનેક જવાનોને ગુમાવ્યા છે.

વિપક્ષ પર આકરા પ્રહાર

મોદી

પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમાની ઘટનામાં કેટલાક લોકોએ સ્વાર્થ અને અહંકાર માટે ગંદી રાજનીતિ કરી. પરંતુ આપણા પાડોશી દેશની સાંસદમાં જે વાત સ્વિકાર કરવામાં આવી જેનાથી કેટલાક લોકો બેચેન થયા. પોતાના સ્વાર્થ માટે દેશના જવાનોનું મનોબળ તોડવામાં આવે છે. આપણા માટે દેશહિત સર્વોચ્ચ હોવુ જોઈએ. પરંતુ કેટલાક લોકો દ્વારા માત્ર રાજનીતિ કરવામાં આવી.  આજે આપણો દેશ આતંકવાદથી પીડિત છે.  આવી સ્થિતિમાં જ્યારે રાજનીતિ કરવામાં આવે તે દુઃખદ બાબત છે.

Read Also

Related posts

ખાનગી હોસ્પિટલોમાં 210 દર્દી વેન્ટિલેટર ઉપર, માત્ર 14 વેન્ટિલેટર ખાલી: અમદાવાદ શહેરની ભયાનક સ્થિતિ આવી સામે

pratik shah

શું મહામારીના આંકડાઓ છૂપાવવા ઉચ્ચકક્ષાએ થઇ રહ્યાં છે પ્રયાસો, અન્ય રાજ્યો કરતાં ગુજરાતે કોરોનાને ઝડપથી કાબુમાં લીધો!

pratik shah

જગતનું જમાદાર હોમાયું કોરોનાના ખપ્પરમાં, છેલ્લા 26 દિવસમાં રોજના એક લાખ કેસ નોંધાયા: ભયાવહ સ્થિતિ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!