GSTV
Home » News » ઓખાથી ઉના સુધી દરિયામાં ભારે કરંટ, કોલોનીમાં પાણી ઘુસતા લોકોની હાલત કફોડી

ઓખાથી ઉના સુધી દરિયામાં ભારે કરંટ, કોલોનીમાં પાણી ઘુસતા લોકોની હાલત કફોડી

વાયુ ચક્રવાતની અસર તળે સૌરાષ્ટ્રના મોટાભાગના બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. તો ઘણા સ્થળોએ દરિયાના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા.

મોડી રાત્રે પોરબંદરના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ઉચા મોજા ઉછળતા દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ.જોકે સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા.

દીવમાં વાવાઝોડાની અસર જોવા મળી. ભારે પવનની સાથે દીવના દરિયામાં મોટા મોજા ઉછળ્યા હતા. દીવમાં સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો.

દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યાની સાથે દરિયાના મોજા કાંઠા વિસ્તારોની અંદર ઘુસી આવ્યા હતા. દરિયાના મોજા સતત અફળાતા કાંઠા પરની પાળી પણ તૂટી ગઇ હતી. અને અંદરના વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા.

માંગરોળના દરિયાના પાણી શેરીયાજબારા ગામમાં ઘુસી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયા છે. દર ચોમાસામા વરસાદી પાણી નદીમાં થઇને દરિયામાં ભળે છે. દરિયા કિનારે પાળો છે પણ આ વખતે દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં પાળાને તોડી દરિયાઈ પાણી બારા ગામમાં ઘુસી ગયા હતા.

અમરેલી ના જાફરાબાદના દરીયામા કરંન્ટ જોવા મળ્યો જાફરાબાદ ના દરીયાકાઠા વિસ્તારમા રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવાની કામગીરી તંત્ર દ્રારા કરવામા આવી.

સુરતમાં ડુમસ, ડભારી સહિત સુવાલીના કુલ ચાર બીચ પર સહેલાણીઓ સહિત લોકો માટે પ્રવેશ બંધ કરી દેવાયો. વાવાઝોડાની અસર સુરતમાં તો નહીં જોવા મળે. પરંતુ તેમ છતાં તંત્ર સાવચેતીના પગલારૂપે તમામ બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. સુવાલીના દરિયામાં ભરતીના પાણી આવતા ત્રણથી પાંચ ફૂટ સુધીના મોજા ઉછળ્યા હતા.

સુત્રાપાડાના બંદર વિસ્તારમાં આવેલી માધવ કોલોનીમાં દરિયાઈ પાણી ઘુસી ગયા હતાં. રહેણાંક વિસ્તારમાં દરિયાઈ પાણી ધસી આવતા અંદાજે 30 થી વધારે ઘરોમાં દરિયાઈ પાણી ફરી વળતા લોકો પોતાનો વિસ્તાર છોડવા મજબૂર બન્યા છે.

તો આ તરફ કોડીનારનાં દરિયા કાંઠે આવેલા માઢવાડ ગામમાં પાણી ઘુસ્યા હતા. શેરીઓમાં દરિયાનાં પાણી વહેવા લાગ્યા હતા. દીવના સાગર કિનારાના રસ્તા પર દરિયાના પાણી ફરી વળ્યા હતા. સુત્રાપાડા નજીક જીએચસીએલ કંપની પાસે બ્રિજ પર પાણી આવ્યું હતુ. જેથી વેરાવળ સુત્રાપાડા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો.

માંગરોળના દરિયાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ. દરિયાના પાણી બહાર ધસી આવ્યા હતા. જેનાથી માછીમારોની બોટોને મોટું નુકસાન થાય તેવી શકયતા સર્જાઇ હતી.આ વિસ્તારમાં ઘણા વર્ષો બાદ જેટી બહાર પાણી જોવા મળતા માછીમારોમાં ડર જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

અમદાવાદના આ સ્ટેડીયમમાં ઉજવાશે રાજયકક્ષાનો યોગ દિવસ

Nilesh Jethva

સંસદ સત્રની વચ્ચે પીએમ મોદીની ડિનર ડિપ્લોમેસી, સમારોહમાં પહોંચ્યા દિગ્ગજ નેતાઓ

Path Shah

ઉપ સરપંચ હત્યા કેસ : પરિવાર અને સરકાર વચ્ચેની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં થશે સમાધાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!