GSTV
Home » News » અોક્ટોબરથી ગુજરાતીઅોની તકલીફો વધશે, બંધ થશે ધમધમતા કાલુપુર- મણિનગર રેલવે સ્ટેશન

અોક્ટોબરથી ગુજરાતીઅોની તકલીફો વધશે, બંધ થશે ધમધમતા કાલુપુર- મણિનગર રેલવે સ્ટેશન

અમદાવાદ-મુંબઇ વચ્ચેના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ દિવાળી પછી શરૂ કરાશે. જેને લઇને અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતી-જતી ટ્રેનો પ્રભાવિત થશે. યાત્રીઓની સુવિધા માટે ઉત્તર ભારત તરફની ટ્રેનોને સાબરમતી રેલવે સ્ટેશનથી દોડાવાશે. વડોદરાથી આવતી ૧૨ જેટલી ટ્રેનોને વટવાથી પરત રવાના કરાશે. અમદાવાદથી રાજકોટ જતી લાંબા અંતરની ૪ ટ્રેનો અને ગાંધીધામ જતી એક ટ્રેનને વાયા ખોડિયાર, આંબલી રોડ થઇને દોડાવવાનું આયોજન કરાયું છે.

વડોદરાથી આવતી બુલેટ ટ્રેનની લંબાઇ વટવા-મણિનગર સ્ટેશનને સમાંતર હશે

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે અમદાવાદ વિભાગના ડીઆરએમ દિનેશકુમારનાં જણાવ્યા મુજબ, અમદાવાદમાં બુલેટ ટ્રેન ૧૮થી ૨૦ મીટર ઊંચાઇએ દોડાવાશે. તેનો પિલ્લર ૪ મીટરની ગોળાઇવાળો  હશે. વડોદરાથી આવતી બુલેટ ટ્રેનની લંબાઇ વટવા-મણિનગર સ્ટેશનને સમાંતર હશે. મણિનગર રેલવે સ્ટેશનથી બુલેટ ટ્રેનનો રૂટ જમણી બાજુ ક્રોસ કરશે.દિવાળી પછી તેનું કામ શરૂ થનાર હોવાથી અમદાવાદ રેલવે સ્ટેશને ૩ મોટા ફેરફારો થશે. જે હાલમાં વિચારણા હેઠળ છે. પાલનપુરથી આવતી પાંચ ટ્રેનોને અમદાવાદ સ્ટેશનને બદલે ખોડિયાર અને આંબલી રોડ સ્ટેશને ડાયવર્ટ કરાશે. જેમાં ૪ ટ્રેનો રાજકોટ તરફની અને ૧ ટ્રેન ગાંધીધામ તરફની છે.

ઉત્તર ભારત તરફની ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશનોથી દોડાવાશે

હાલમાં આ ટ્રેનોના એન્જિન અમદાવાદ રેલવે સ્ટેશને બદલવામાં આવે છે. જેમાં ૧ કલાક ૨૦ મિનિટનો સમય લાગે છે. આ ટ્રેનોને સીધી જ ખોડિયાર, આંબલી રોડ થઇને આગળ મોકલી દેવાશે. જેના કારણે ૧ કલાક ૨૦ મિનિટનો સમય બચી જશે. ઉત્તર ભારત તરફની ટ્રેનો અમદાવાદને બદલે સાબરમતી સ્ટેશનોથી દોડાવાશે.  ઓકટોબર પછી વિકલી ટ્રેનો સાબરમતીથી જ દોડાવાશે. વડોદરાથી આવતી ૧૨ જેટલી ટ્રેનોને વટવા સુધી જ દોડાવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૧૦ બુલેટ ટ્રેન પ્રોજેક્ટવાળા માટે ખાલી કરવાનું છે. આ પ્લેટફોર્મ પરથી હાલમાં રાજધાની અને આશ્રમ ટ્રેન દોડાવાય છે. આ ટ્રેનોને  ૮ નંબરના પ્લેટફોર્મ પરથી  દોડાવાશે.

મણિનગર રેલવે સ્ટેશન પરનો જુનો ફૂટ ઓવરબ્રિજ ૧ વર્ષમાં નવો બનાવવામાં આવશે

અમદાવાદથી ઉપડતી વિકલી, ડેમુ ટ્રેનો સાબરમતીથી દોડાવાશે. સરસપુર બાજુનું રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ બુલેટ ટ્રેનવાળા તૈયાર કરીને આપશે. અમદાવાદ રેલવે સ્ટેશનના હેરીટેજ લુકનું કામ ઓકટોબરથી શરૂ કરાશે. જે માર્ચમાં પૂર્ણ થશે. અમદાવાદ સ્ટેશન પર આગામી દોઢ માસમાં મોટું ડિસપ્લે બોર્ડ મૂકાશે જેને રોડ પરથી જોઇ શકાશે. તેમાં દર્શાવાતી ટ્રેનોની તમામ વિગતો  દિવસે પણ જોઇ શકાશે. મણિનગર રેલવે સ્ટેશન પરનો જુનો ફૂટ ઓવરબ્રિજ ૧ વર્ષમાં નવો બનાવવામાં આવશે.

Related posts

બાળકને સતત ઉધરસ આવતા કરાવ્યો સિટી સ્કેન, રીપોર્ટ જોઈને ડોક્ટરની પણ આંખો ફાટી ગઈ

Ankita Trada

ઉમરની વધતી ઉંમર વાળો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, 4 મહિનામાં આટલો બદલાવ આવ્યો

Pravin Makwana

ગણતંત્ર દિવસ પહેલાં કાશ્મીરનાં ત્રાલમાં સેનાનો સપાટો, 3 આતંવાદીઓને માર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!