GSTV

ભારતીય યુઝર્સ પર મુકાઇ હતી પાબંદી, હવે દુનિયાભરના લોકો Whatsapp પર નહી કરી શકે આ કામ

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે ભારત બાદ પૂરી દુનિયાના ગ્રાહકો માટે એક મેસેજ પાંચ લોકોને મોકલવાની સીમા નક્કી કરી લીધી છે. મેસેન્જર એપએ જુલાઇમાં ભારતીય ગ્રાહકો માટે આ સીમા નિર્ધારિત કરી હતી કારણ કે અફવાઓ અને ખોટા સમાચારના પ્રસાર પર અંકુશ લાગી શકે.



ફેસબુકના સામિત્વ વાળી કંપનીએ એક બ્લોગમાં લખ્યું છે કે એનાથી વોટ્સએપ ગ્રાહકો કોઇ મેસેજને પોતાના નજીકના લોકોને મોકલશે. એપના નવા વર્ઝનની નવી સીમા પ્રમાણે અપડેટ કરી દીધી છે. પહેલા વોટ્સએપ ગ્રાહકો એક મેસેજ 20 લોકોને મોકલી શકતા હતા. દુનિયાભરમાં વોટ્સએપના 1.5 અરબ ગ્રાહકો છેય એમાં સૌથી વધારે યૂઝર્સ ભારત, બ્રાઝીલ અને ઇન્ડોનેશિયામાં છે.

વોટ્સએપએ જણાવ્યું કે સીમા નક્કી કર્યા બાદ પરીક્ષણ અવધિ દરમિયાન મેસેજ ફોરવર્ડ કરવાની સંખ્યામાં 25 ટકા ઘટાડો જોવા મળ્યો છે. નોંધનીય છે કે ભારત સરકારે અફવાઓ અને ખોટા સમાચાર ફેલાવવાને લઇને કંપનીને ખૂબ જ ફટકાર લગાવ્યો હતો. સાથે જ કડક પગલા નહીં ઊઠાવવા પર કડક કાર્યવાહીની ચેતવણી પણ આપી હતી.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!