GSTV

વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત/ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે

જીતુ

Last Updated on November 27, 2021 by Pravin Makwana

ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે હવેથી સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે.

રાજ્યના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે, અને ચિંતામુક્ત વાતાવરણમાં હેતુલક્ષી પ્રશ્નો જે 20 ટકા પૂછાતા હતા, તે હવે 30 ટકા પૂછાશે, વણાત્મક જે 80 ટકા પૂછાતા હતા, તે હવે 70 ટકા પૂછાશે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ફાયદો થાય તેને ધ્યાને રાખીને હેતુલક્ષી પરીક્ષામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 29 લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ પ્રકારની મોટી જાહેરાત કરી છે. કોરોનાની સ્થિતીને ધ્યાને તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે તેથી આ નિર્ણય અતિ મહત્વનો માનવામાં આવે છે.

READ ALSO

Related posts

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk

આળસી તંત્ર / કોરોના સહાય માટે દરદર ભટકી રહ્યા છે અરજદારો, તંત્રની સામે પ્રજા લાચાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!