GSTV
Business Trending

અતિઅગત્યનું/ નવા વર્ષમાં થવા જઇ રહ્યાં છે અનેક મોટા બદલાવ, જાણી લો આ નિયમો વિશે જેની તમારા ખિસ્સા પર થશે સીધી અસર

LPG

નવા વર્ષની શરૂઆત સાથે જ ઘણા મોટા ફેરફારો થવાના છે. જેની સીધી અસર તમારા જીવન પર પડશે. આવતા મહિને જે નિયમો બદલાઈ રહ્યા છે તેમાં બેન્કિંગ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, એલપીજી સિલિન્ડરની કિંમત સાથે જોડાયેલા નિયમો મુખ્ય છે. ચાલો અમે તમને આ નિયમો વિશે જણાવીએ, જેની અસર તમારા પર પડી શકે છે.

ડેબિટ ક્રેડિટ કાર્ડના બદલાશે નિયમો

નિયમો

જો તમે પણ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો જાણી લો કે નવા વર્ષથી ઓનલાઈન કાર્ડ પેમેન્ટના નિયમો બદલાવા જઈ રહ્યા છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક 1 જાન્યુઆરી 2022થી આ નિયમ લાગુ કરવા જઈ રહી છે. આરબીઆઈએ તમામ વેબસાઈટ અને પેમેન્ટ ગેટવેને ઓનલાઈન પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમના દ્વારા સ્ટોર કરવામાં આવેલા ગ્રાહકના ડેટાને દૂર કરવા અને તેના બદલે ટ્રાન્ઝેક્શન કરવા માટે એન્ક્રિપ્ટેડ ટોકન્સનો ઉપયોગ કરવા જણાવ્યું છે.

ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

ATM

1 જાન્યુઆરી, 2022થી ATMમાંથી પૈસા ઉપાડવા વધુ મોંઘા થઈ જશે. RBI ના નવા નિયમો હેઠળ હવે ગ્રાહકોએ નિશ્ચિત મર્યાદા બાદ ATM ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ ચુકવવો પડશે. 1 જાન્યુઆરીથી દેશની તમામ બેંકોએ ATM ચાર્જમાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, લિમિટ પૂરી થયા પછી, તમારે ATMમાંથી દરેક વખતે રોકડ ઉપાડવા પર 21 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે ગ્રાહકે અલગથી GST ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ રકમ 20 રૂપિયા છે, જે આગામી મહિનાથી વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે.

પોસ્ટ ઓફિસ સંબંધિત નિયમો બદલાશે

વ્યાજ

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ જાહેરાત કરી છે કે તેણે 1 જાન્યુઆરી, 2022 થી બ્રાન્ચમાંથી રોકડ ઉપાડ અને ડિપોઝિટ પરના ચાર્જીસમાં સુધારો કર્યો છે. નવા નિયમ અનુસાર, 1 જાન્યુઆરી, 2022 પછી, જો IPPB એકાઉન્ટ ધારક નિર્ધારિત ફ્રી લિમિટને વટાવીને પૈસા જમા કરે છે અથવા ઉપાડ કરે છે, તો તેણે વધુ ચાર્જ ચૂકવવો પડશે. જણાવી દઇએ કે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એ ઈન્ડિયા પોસ્ટનો એક ડિવિઝન છે, જેની માલિકી પોસ્ટ વિભાગની છે.

ગૂગલની ઘણી એપ્સના નિયમો બદલાશે

google

આવતા મહિનાથી ગૂગલના ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, તેની સીધી અસર તમારા પર પડશે. આ નવો નિયમ તમામ Google સર્વિસ જેમ કે Google Ads, YouTube, Google Play Store અને અન્ય પેઇડ સર્વિસ પર લાગુ થશે. જો તમે આવતા મહિનાથી RuPay, American Express અથવા Diners કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા કાર્ડની ડિટેલ્સ Google દ્વારા સેવ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, 1 જાન્યુઆરી, 2022 થી, તમારે દરેક મેન્યુઅલ પેમેન્ટ માટે કાર્ડની ડિટેલ્સ એન્ટર કરવી પડશે.

LPG સિલિન્ડરની કિંમતો

LPG

ઓઇલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. આવી સ્થિતિમાં એ જોવાનું રહેશે કે આ વખતે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો થાય છે કે નહીં.

GSTV

Read Also

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV