GSTV
Home » News » જામનગરનાં લાખોટા તળાવમાંથી 100થી વધુ માછલા મૃત મળ્યા

જામનગરનાં લાખોટા તળાવમાંથી 100થી વધુ માછલા મૃત મળ્યા

જામનગરના લાખોટા તળાવમાં ૧૦૦થી વધુ મૃત માછલાઓ મળી આવતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. તળાવમાં પાણી ઓછું થઈ ગયું હોવાથી તેમજ ઓક્સીજનની કમીના કારણે માછલાઓ મોતને ભેટી રહ્યા હોવાનું ખુલ્યું છે. સ્થાનિક કોર્પોરેટરો વગેરેએ દોડી જઈ તળાવના અમુક ભાગમાં ટેન્કર વડે પાણી ઠાલવી જળચર જીવોને બચાવવા રજૂઆત કરી છે.

જામનગરના લાખોટા તળાવના પાળના ભાગમાં પાણીનું પ્રમાણ ઓછુ થઈ જતા માછલાઓ મરવા લાગ્યા છે અને ૧૦૦થી વધુ માછલા મૃત હાલતમાં મળી આવવા જીવદયા પ્રેમીઓ દોડી ગયા હતા. સેવાભાવી યુવાનોએ મૃત માછલા તળાવમાંથી બહાર કાઢયા હતા. ઘટનાના પગલે કેટલાંક કોર્પોરેટરો પણ દોડી ગયા હતા.

તળાવમાં પાણી ઓછુ થઈ જવાના કારણે ઓક્સીઝનની કર્મી વર્તાઈ હોવાથી માછલાના મોત થયાનું પ્રાથમિક તારણ મળ્યું છે. જેથી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના અધિકારીને સ્થળ ઉપર બોલાવી તળાવના જે હિસ્સામાં પાણીનું પ્રમાણ ઘટયું છે અને માત્ર ખાબોચીયું રહ્યું છે તે સ્થળે ૪ થી ૫ ટેન્કર પાણી ઠાલવાય તો જળચળ પ્રાણીઓનો બચાવ થઈ શકે. તળાવના સફાઈ અભિયાન દરમ્યાન માછલા મૃત મળી આવતા તંત્રને જાણ કરાતા તંત્ર સાબદુ બન્યું છે.

READ ALSO

Related posts

8 કલાક છતાં નથી બંધ થઈ સુરતની બેકાબૂ આગ, 76 ફાયર ફાયટર ઘટનાસ્થળે છતાં તંત્ર નાકામ

Karan

પાટીદાર નેતા હાર્દિક પટેલની કોર્ટમાં આજીજી, હવે નહીં કરું ક્યારેય આ ભૂલ

Bansari

બનાસકાંઠાનાં ખેડૂતો માટે રાહતનાં સમાચાર, તીડ રાજસ્થાન તરફ ગયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!