GSTV

કિચન-બેન્કથી લઈ તમારા ખિસ્સા પર થશે સીધી અસર, એક માર્ચથી થશે આ 6 મોટા ફેરફાર

એક માર્ચ 2020થી તમારા જીવનમાં ઘણા મોટા ફેરફાર આવવાના છે. આ ફેરફાર તમારા બેન્કિંગથી લઈને કિચન સુધીને પ્રભાવિત કરશે. હકીકતે એક માર્ચથી HDFC બેન્કની જુની એપ કામ નહીં કરે તો 29 ફેબ્રુઆરીથી એસબીઆઈના એ ગ્રાહકોની પરેશાની વધી જશે જેમણે અત્યાર સુધી પોતાના કેવાઈસી પુરુ નથી કર્યું. ત્યાં જ માર્ચથી ઘરેલુ એલપીજી સિલેન્ડરના ભાવ 25 ટકા સુધી ઓછા થઈ શકે છે. જ્યારે ફાસ્ટેગ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર થશે. આ બદલાવ તમારા જીવન પર સીધી અસર કરશે. 1 માર્ચથી સરકારી અને પ્રાઈવેટ લોટરી પર એક સમાન 28% ટેક્સ વસુલ કરવામાં આવશે. આવા જ ફેરફાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

સસ્તો થઈ શકે છે રાંધણ ગેસ સિલેન્ડર

આવતા મહિને એટલે કે માર્ચ 2020માં લોકોને હોળી પહેલા સસ્તા રસોઈ ગેસની ભેટ મળી શકે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એવો સંકેત આપ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પત્રકારો સાથે વાતચીત સમયે એવા સંકેત આપ્યા. ઈસ્પાત અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પત્રકારોના સવાલોના જવાબ આપી રહ્યા હતા.

લોટરી પર એક સમાન 28% ટેક્સ

સરકારી અને પ્રાઈવેટ લોટરી પર 1 માર્ટથી એક સરખો 28% ટેક્સ વસુલ કરવામાં આવશે. હાલ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત લોટરી પર 12% જીએસટી અને રાજ્ય સરકારથી અધિકૃત લોટરી પર 28% જીએસટી લગેવે છે. આ સંબંધમાં રાજસ્વ વિભાગે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે દરેક પ્રકારની લોટરી પર 14 ટકાના દરે જીએસટી આપવામાં આવશે અને આટલો જ જીએસટી રાજ્યથી લઈ શકશે.

એક માર્ચથી પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો તમે

એચડીએફસી બેન્કે પોતાના ગ્રાહકોને મેસેજ મોકલીને ચેતવ્યા છે કે તે ગુગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર દ્વારા બેન્કની નવી મોબાઈલ એપ ડાઉનલોડ કરી લે. માર્ચ 2020થી જુના વર્જન વાળી મોબાઈલ એપ કામ નહીં કરે. એટલે તમારે દરેક હાલમાં 29 ફેબ્રુઆરી પહેલા પોતાની એપને અપડેટ કરવાની રહેશે. જો તમે આમ ન કર્યું તો જુના વર્જનથી તમે પૈસા ટ્રાન્સફર નહીં કરી શકો. જણાવી દઈએ કે આ પહેલા મોબાઈલ એપમાં કોઈ ટેક્નિકલ ખરાબી આવી હતી. જેથી યુઝર્સને પૈસા મોકલવામાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ઈન્ડિયન બેન્કના એટીએમથી નહીં નિકળે 2 હજારની નોટ

ઈન્ડિયન બેન્કના એટીએમમાંથી એક માર્ચથી 2000 રૂપિયાની નોટ નહીં મળે. ઈન્ડિયન બેન્કના અનુસાર તેમના એટીએમમાં 2000ની નોટ રાખનાર કેસેટ્સને ડિસએબલ કરી દેવામાં આવશે. બેન્કે જણાવ્યું કે ગ્રાહકોને 2000 રૂપિયાના નોટ રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યાઓ પર એક્સચેન્જ કરવામાં પરેશાની થાય છે. બેન્ક અનુસાર જે ગ્રાહકોને 2000 રૂપિયાના નોટ જોઈએ તે બ્રાન્ચમાં જઈને લઈ શકે છે. બેન્ક હવે 2000ની નોટના બદલે એટીએમમાં 200ની નોટ નાખશે.

SBIના ગ્રાહક છો તો કરી લો આ કામ નહીં તો બંધ થઈ શકે છે ખાતું

જો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની કોઈ બ્રાન્ચમાં તમારૂ ખાતું છે તો આ ખબર તમારી માટે ખૂબ જરૂરી છે. જો તે અત્યાર સુધી તમારૂ કેવાઈસી પુરુ નથી કર્યું તો ટૂંક સમયમાં જ કરાવી લો. તારી પાસે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયએ પોતાના ગ્રાહકોને એસએમએસ મોકલીને કહ્યું છે કે 28 ફેબ્રુઆરી 2020 સુધી પોતાનું KYC પુરુ કરી લો, નહીં તો તમે તમારા ખાતામાંથી કોઈ ટ્રાન્જેક્શન નહીં કરી શકો.

29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ ફ્રી મેળવવાનો મોકો

ઈન્ડિયન નેશનલ હાઈવે ઓથોરિટીએ એક રાહતની ખબર આપી છે. જો તમે અત્યાર સુધી ફાસ્ટેગ નથી લીધું તો તમારી પાસે 29 ફેબ્રુઆરી સુધી તેમે ફ્રીમાં લેવાની તક છે. ઈન્ડિયન નેશનલ હાઈવે ઓથોરિટીએ 29 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલા NHAIએ 22 નવેમ્બરથી 15 ડિસેમ્બર 2019 સુધી ફ્રીમાં NHAI ફાસ્ટેગ આપ્યા હતા.

કેન્દ્ર સરકારે દેશના 527થી વધુ રાષ્ટ્રીય રાજમાર્ગો પર FASTag આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરી છે. NHAIએ 15-29 ફેબ્રુઆરી 2020 સુધી NHAI ફાસ્ટેગથી 100 રૂપિયાની રકમ હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે પહેલાથી લાગુ સિક્યોરિટી ડિપોજીટ અને ફાસ્ટેગ વોલેટમાં મિનિમમ બેલેન્સ અમાઉન્ટ અપરિવર્તિત રહેશે.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!