GSTV

પીએમ મોદી પર બોલીવુડ સ્ટાર્સે કર્યો શુભેચ્છાઓનો વરસાદ, જાણો અક્ષય કુમારથી લઇને કરણ જોહરે કયા અંદાજમાં કર્યુ બર્થ ડે વિશ

મોદી

Last Updated on September 17, 2021 by Bansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે પીએમ મોદી 71 વર્ષના થયા છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. મોદી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન છે. આજે પીએમ મોદીને તેમના જન્મદિવસ પર અલગ અલગ રીતે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71 માં જન્મદિવસ નિમિત્તે, મોહનલાલ, કરણ જોહર, પવન કલ્યાણ, રિતેશ દેશમુખ, કોયના મિત્રા, ઈશા કોપ્પીકર, વિવેક ઓબેરોય, હેમા માલિની સહિતના ઉદ્યોગોની હસ્તીઓએ પીએમને શુભેચ્છા પાઠવી હતી.

જાણો કોણે શું ટ્વીટ કર્યું

અક્ષય કુમાર

સુપરસ્ટાર અક્ષય કુમારે પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં ટ્વીટ કર્યું – ‘તમે હંમેશા મને પોતીકાપણાથી પ્રોત્સાહિત અને આશીર્વાદ આપ્યા છે. હું તમારી જેમ લખી શકતો નથી, પરંતુ આજે તમારા જન્મદિવસ પર, હું તમને નરેન્દ્ર મોદીજીને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું. તંદુરસ્ત રહો, ખુશ રહો, મારી તમારા માટે ભગવાનને આ જ કામના છે.

પવન કલ્યાણ

સાઉથ અભિનેતા પવન કલ્યાણે ટ્વિટ કરીને લખ્યું કે #HappyBdayModiji ‘આદિ પરાશક્તિ’
આશીર્વાદ માનનીય. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના 71 માં જન્મદિવસ પર લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ. મને હંમેશા લાગતું હતું કે આપણા રાષ્ટ્રને એક મજબૂત નેતાની જરૂર હતી ‘જે આપણા ભારતના સાંસ્કૃતિક લોકાચાર અને વિવિધતાને સમજે “

કરણ જોહર

ડિરેક્ટર કરણ જોહરે ટ્વીટ કરીને લખ્યું છે કે આપણા માનનીય વડાપ્રધાનને અભિનંદન. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, એક દેશ તરીકે અમને સૌથી મજબૂત હાથ આપવા બદલ આભાર, જે આપણને દરેક પસાર થતા દિવસ સાથે નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

રિતેશ દેશમુખ

રિતેશ દેશમુખે પણ પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન આપને લાંબા આયુષ્ય, ખુશી અને આરોગ્ય પ્રદાન કરે. #HappyBirthdayModiji। “

મોહનલાલ

મોહનલાલે ટ્વિટ કર્યું, અમારા માનનીય પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન તમને તમારી યાત્રા દરમિયાન સારા સ્વાસ્થ્ય, ખુશી અને સફળતાનો વરસાદ કરે.

ઈશા કોપ્પીકર

લાલ કિલ્લાની સામે પીએમ મોદીની તસવીર શેર કરતા ઈશા કોપ્પીકરે ટ્વીટ કર્યું કે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ને જન્મદિવસની શુભકામનાઓ.

પરેશ રાવલ

પરેશ રાવલ

પરેશ રાવલે લખ્યું છે કે હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે તમને દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે. સર આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

વિવેક ઓબેરોય

વિવેક ઓબેરોયે લખ્યું છે કે ભારતની સંસ્કૃતિ અને ઇન્ડિયાની ટેકનોલોજીના સંગમથી હિન્દુસ્તાનને વિશ્વ ગુરુ બનાવનાર યુગપુરુષ માનનીય પ્રધાનમંત્રી @narendramodi ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન તમને દીર્ઘાયુ આપે અને તમને હંમેશા સ્વસ્થ રાખે જય હિન્દ

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના તમામ કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના આ ખાસ પ્રસંગને ઐતિહાસિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવવામાં આવી રહ્યા છે.સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી પ્રધાનમંત્રીને મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-ઓક્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને આપવામાં આવશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!