GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

1 જાન્યુઆરીથી 6 રૂપિયા ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલનો ભાવ, આ છે કારણો

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવે છે તેમ તેમ સરકાર એક પછી એક ભેટ આપતી જ જાય છે. પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાનો સિલસિલો છેલ્લા એક મહિનાથી ચાલુ જ છે. તો વળી ખબર છે કે આગામી એક મહિનામાં પેટ્રોલ 6 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ સસ્તું થઈ ગયું છે. તો વળી અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ મજબૂતી આવી છે. તેથી એક્સપર્ટોનું માનવું છે કે દેશમાં પેટ્રોલ 6 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં પેટ્રોલના ભાવ 14 રૂપિયા સુધી ઉતર્યા છે.

6-7 રૂપિયા સુધી ઘટી શકે છે ભાવ

કેડિયા કોમોડિટીના એમડી અજય કેડિયાએ કહ્યું કે વૈશ્વિક બજારમાં વૃદ્ધિ માટે ચિંતાઓ ચાલુ હોવાથી કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે. 3 ઑક્ટોબરનાં રોજ કાચું તેલ 86.74 ડોલર પ્રતિ બેરલ હતું. હવે 42 ટકા ઘટીને ભાવ 50 ડોલર પ્રતિ બેરલ મળે છે. એનો અર્થ એવો કે દિલ્હીમાં એક લિટર પેટ્રોલના ભાવ 63 રૂપિયા પ્રતિ લિટર થાય તો ડીઝલના ભાવ 56 રૂપિયા પ્રતિ લિટર મળવાની સંભવાના છે.

અજય કેડિયા કહે છે કે કાચું તેલ અહીં 47 ડોલર પ્રતિ બેરલ આવવાની સંભાવનાં છે. એવામાં રૂપિયો વધારે સસ્તો થઈ શકે છે. એક અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયા 69 રૂપિયા સુધી મજબૂત થઈ શકે છે. એવામાં ઘરેલું સ્તર પર પેટ્રોલના ભાવ 6 રૂપિયા સુધી ઓછા થાય એવું અનુમાન છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ આ વસ્તુ પર આધાર રાખે છે

  • એનર્જી એક્સપર્ટ્સ નરેન્દ્ર તનેજાએ જણાવ્યું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ત્રણ આધાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.
  • પ્રથમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ (કાચા તેલનો ભાવ).
  • બીજું દેશમાં ઈમ્પોર્ટ (આયાત) કરતી વખતે ભારતીય રૂપિયાનો ડોલરની સરખામણીમાં ભાવ.
  • ત્રીજુ એ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ-ડીઝલનો શું ભાવ છે.

READ ALSO

Related posts

તમારા ફેસબુકનો ડેટા ચોરી રહ્યા છે આ 25 એપ્લિકેશન, અત્યારે જ ફોનમાં કરી નાખો Delete

Pravin Makwana

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 7074 કેસ, સંક્રમીતોની સંખ્યા બે લાખને પાર

Mansi Patel

20 વર્ષથી નાસતા ફરતા પાસાના આરોપીને વિરમગામ રેલવે પોલીસે મધ્ય પ્રદેશથી ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!