GSTV
Gujarat Government Advertisement

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાનો છેલ્લો મોકો, 1 જાન્યુઆરીથી ટુ-વ્હીલર થઇ જશે મોંઘા

Last Updated on December 28, 2019 by Karan

જો તમે આવનારા સમયમાં સ્કૂટર અને બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો તમારા માટે આ એક મહત્વના સમાચાર છે. હકીકતમાં દેશની સૌથી મોટી ટુવ્હીલર પ્રોડક્શન કંપની હીરો મોટોકોર્પે સમીક્ષા બાદ 1 જાન્યુઆરી 2020થી વાહનોની એક્સ શૉરૂમ કિંમતો વધારવાની ઘોષણા કરી છે. તેવામાં આગામી વર્ષે એક જાન્યુઆરીથી કંપની તમામ મોડેલની કિંમત 2000 રૂપિયા સુધી વધારી દેશે.

મારૂતિ સુઝુકીએ વધાર્યા ભાવ

તાજેતરમાં જ દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલના ભાવ વધારવાની ઘોષણા કરી હતી. કંપનીએ જણાવ્યા અનુસાર ઇનપુટ ખર્ચ વધવાના કારણે કિંમત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કયા મોડેલના કેટલા ભાવ વધશે તેના વિશે હાલ કંપનીએ કોઇ ખુલાસો નથી કર્યો.

આ કંપનીઓ પણ વધારશે ભાવ

મારૂતિ સુઝુકી ઉપરાંત મહિન્દ્રા, ટૉયોટા, ટાટા મોટર્સ અને અન્ય કાર નિર્માતા કંપનીઓએ પણ કિંમતમાં વધારો કરવાનું એલાન કરી દીધું છે. આ જ રીતે હીરો મોટોકોર્પે કિંમત વધાર્યા બાદ દેશની અન્ય ટુવ્હીલર નિર્માતા કંપનીઓ પણ પોતાના મોડેલના ભાવમાં વધારો કરવાની ઘોષણા કરી શકે છે.

બંધ થઇ જશે આ બાઇક્સના 50 વેરિએન્ટ્સ

દેશની સૌથી મોટી ટુ-વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પે પોતાની કેટલીક બાઇક્સનું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપની પોતાની બાઇક્સના આશરે 50 વેરિએન્ટ્સનું પ્રોડક્શન બંધ કરશે.

કંપનીની રણનીતિ છે કે BS4 સ્ટાન્ડર્ડ વાળી બાઇક્સના પ્રોડક્શનમાં ઘટાડો કરવામાં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર, હીરો મોટોકોર્પ BS4 બાઇક્સના 50 વેરિએન્ટ્સ બંધ કરવાની તૈયારી કરી રહી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!