GSTV

Heroથી લઇને TVS સુધી, ફેસ્ટિવ સીઝનમાં ટુ-વ્હીલર્સ પર જબરદસ્ત ઑફર્સ

ફેસ્ટિવ સીઝન દરમિયાન ગાડીઓની ખરીદી વધે છે. ગ્રાહકોને આકર્ષવા માટે કંપનીઓ પણ આ દરમિયાન શાનદાર ઑફર્સ આપતી હોય છે. ઓક્ટોબર મહિનામાં હીરો, હોન્ડા અને બજાજ સહિત અન્ય ટુ-વ્હીલર કંપનીઓ બાઇક્સ અને સ્કૂટર પર જબરદસ્ત ઑફર્સ આપી રહી છે. તેમાં એક્સચેન્જ ઑફર, કેશ ડિસ્કાઉન્ટ, ઓછી ડાઉન પેમેન્ટ અને ફ્રી પ્રોસેસિંગ ફીસ સહિત અનેક ઑફર્સ સામેલ છે. ચાલો તમને જણાવીએ કે કઇ કંપનીના કયા ટુ-વ્હીલર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હીરો મોટોકોર્પ

હીરો મોટોકોર્પના ટુ-વ્હીલર્સ પર ઘણી ઑફર્સ છે. કંપની ‘કરોડો કા ત્યોહાર’ના નામે ઑફર આપી રહી છે. આ અંતર્ગત હીરો બાઇક દર મહિને રૂ. 1,750 ની નીચી ઇએમઆઈ, રૂ .1500 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 6.99% નીચા વ્યાજ દર અને 4,999 રૂપિયાની નીચી ડાઉન પેમેન્ટ પર મેળવી શકાય છે. તમને પેટીએમથી પેમેન્ટ કરવા પર 10 હજાર રૂપિયાનો લાભ મળશે. આ સિવાય કંપની 2100 રૂપિયા સુધીના વધારાનો ફાયદો પણ આપી રહી છે.

Hero MotoCorp price hike

જો તમે હીરો 200 સીસીની બાઇક ખરીદી રહ્યા છો, તો તમને 5 હજાર રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ, 2 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 6.99% નીચા વ્યાજ દર જેવી ઑફર આપવામાં આવી રહી છે. આ સિવાય પેટીએમથી ચૂકવણી પર 10 હજાર રૂપિયા સુધીની ઑફર, 2100 રૂપિયા સુધીનો વધારાનો ફાયદો અને દર મહિને 1,750 રૂપિયાની નીચી ઇએમઆઈની ઑફર પણ છે.

જો તમે હીરો મોટોકોર્પ સ્કૂટર્સ ખરીદો છો, તો કંપની 3 હજાર રૂપિયા સુધીનું એક્સચેંજ બોનસ, 2 હજાર રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 6.99% નીચા વ્યાજ દર, 3999 રૂપિયાની નીચી ડાઉન પેમેન્ટ આપી રહી છે. આ સિવાય પેટીએમ તરફથી ચુકવણી કરવા પર 10 હજાર રૂપિયા સુધીની ઑફર, 2100 રૂપિયા સુધીનો વધારાનો લાભ અને દર મહિને 1,750 રૂપિયાની નીચી ઇએમઆઈ છે.

હોન્ડા

હોન્ડાના ટુ-વ્હીલર્સ પર 11 હજાર રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, લો ડાઉન પેમેન્ટ, કેશબેક જેવી ઑફર્સ શામેલ છે, જે મોડેલોના આધારે બદલાય છે. આમાં કંપની ટુ-વ્હીલર્સ પર 1100 રૂપિયાની ડાઉન ડાઉન પેમેન્ટ, પેટીએમ પાસેથી પેમેન્ટ પર 7 હજાર રૂપિયા સુધીનું કેશબેક અને અન્ય ઑફર્સ આપી રહી છે.

બજાજ

બજાજ બાઇક્સ પર 7,200 રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આમાં કેશ ડિસ્કાઉન્ટ, 5 વર્ષની ફ્રી સર્વિસ અને 5 વર્ષની વોરંટિ શામેલ છે. ઑફર્સ દરેક મોડેલ પર બદલાય છે. સીટી 100 પર 3200 રૂપિયા સુધી, પ્લેટિના એચ-ગિયર 110 પર 3700 રૂપિયા સુધી, પલ્સર 150 પર 4200 રૂપિયા સુધી, પલ્સર 220 એફ પર 5000 રૂપિયા સુધી અને ડોમિનાર પર 7200 રૂપિયા સુધી. બજાજ એવેન્જર, બજાજ વી અને ડિસ્કવર પર પણ ઑફર્સ ઉપલબ્ધ છે. આ સિવાય કંપની 3,699 રૂપિયાની ડાઉન પેમેન્ટ અથવા ફ્રી પ્રોસેસિંગ ફીનો લાભ પણ આપી રહી છે.

યામાહા

યામાહાની લોકપ્રિય નેક્ડ બાઇક FZS-FI અને FZ-FI પર  8,280 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ બાઇકો પર, કંપની 4,999 રૂપિયાની નીચી ડાઉન પેમેન્ટ અને 6.9% નીચા વ્યાજની ઓફર આપી રહી છે. આ સિવાય ડીલર કક્ષાએ યામાહાની અન્ય બાઇક અને સ્કૂટર્સને પણ અન્ય ફાયદાઓ મળી રહ્યા છે.

ટી.વી.એસ.

ટીવીએસ બાઇક અને સ્કૂટર્સને 5 વર્ષની મફત વોરંટિ મળી રહી છે. આ સિવાય કંપનીના ડીલર્સ ગ્રાહકોને આકર્ષવા માટે તેમના સ્તરે અનેક ફાયદાઓ આપી રહ્યા છે.

મહત્વનું છે કે ટુ-વ્હીલર્સ પરની ઑફર મોડેલ અને વેરિઅન્ટના આધારે બદલાય છે. ટુ-વ્હીલર પર તમને કેટલી છૂટ મળી શકે છે તેની માહિતી માટે તમે સંબંધિત કંપનીની ડીલરશીપનો સંપર્ક કરી શકો છો.

Read Also

Related posts

કોરોના: જ્યાં ઈસુને વધ:સ્થંભ પર ટાંગવામાં આવ્યા હતા તે ચર્ચને 700 વર્ષ બાદ બંધ કરાયું

Pravin Makwana

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

બોલીવૂડના આ પ્રખ્યાત પ્રોડ્યૂસરની બન્ને દીકરીઓનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ઘરને કરાયું સીલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!