GSTV
Home » News » 1 ફેબ્રુઆરીથી લાખો ફોન્સ પર કામ નહી કરે Whatsapp, ફટાફટ લિસ્ટ ચેક કરી લો ક્યાંક તમારો ફોન તો…

1 ફેબ્રુઆરીથી લાખો ફોન્સ પર કામ નહી કરે Whatsapp, ફટાફટ લિસ્ટ ચેક કરી લો ક્યાંક તમારો ફોન તો…

વૉટ્સએપ આગામી એક ફેબ્રુઆરીથી અનેક એન્ડ્રોઇડ અને iOS ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન્સ પર કામ કરવાનું બંધ કરી દેશે. ફેસબુકની માલિકી વાળી મેસેજિંગ એપ વૉટ્સએપને કંપનીએ જૂના ઓએસ વર્ઝન પર સપોર્ટ બંધ કરવા કહ્યુ છે. ફેસબુકે જણાવ્યા અનુસાર એન્ડ્રોઇડ 2.3.7 ઓપરેટિંગ સિસ્ટમ અને તેનાથી જૂના ઓએસ પર ચાલતા સ્માર્ટફોન પર ફેસબુક કામ નહી કરે.

આ ઉપરાંત iOS8 અને તેનાથી જૂના વર્ઝન વાળા ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ કામ નહી કરે. જો કે KaiOS 2.5.1+ OS આધારિત સ્માર્ટફોન સહિત જિયો ફોન અને જિયો ફોન 2 પર વૉટ્સએપ કામ કરતુ રહેશે.

ચૅટ અને મીડિયા ફાઇલને એક્સપોર્ટનો ઓપ્શન

જૂના વર્ઝન વાળા એન્ડ્રોઇડ અને iOS ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન પર નવુ વૉટ્સએપ એકાઉન્ટ એક ફેબ્રુઆરીથી નહી બનાવી શકાય. સાથે જ જૂના એકાઉન્ટને આ સ્માર્ટફોન્સ પર રિ-વેરિફાય નહી કરી શકાય. જો તમે જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન યુઝ કરતા હોવ અને ઇચ્છતા હોવ કે વૉટ્સએપની ચૅટ અને ઇન્ફોર્મેશન ડિલીટ ન થઇ જાય, તો એક ફેબ્રુઆરી પહેલાં તમારે નવી ઓપરેટિંગ સિસ્ટમ વાળો ફોન યુઝ કરવાનું શરૂ કરવુ પડશે.

જો કે તેના માટે એક ફેબ્રુઆરી પહેલાં તમે તમારા જૂના ફોનની ચૅટ અને મીડિયા ફાઇલને નવા ફોનમાં એક્સપોર્ટ કરવાની રહેશે. તેના માટે તમારે વૉટ્સએપના એક્સપોર્ટ ચૅટ પર ક્લિક કરવાનું રહેશે.

whatsapp status feature

આ ફોન પર કામ નહી કરે વૉટ્સએપ

  1. એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અને તેનાથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ વાળા સ્માર્ટફોન
  2. iOS 8 અને તેનાથી જૂના ઓપરેટિંગ સિસ્ટમ
  3. તમામ Window આધારિત સ્માર્ટફોન

Read Also

Related posts

રાજકારણ જ નહી અભિનયના પણ સરતાજ છે ડોનાલ્ડ ટ્રંપ, આ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Mansi Patel

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!