GSTV

દીપિકાથી લઇને કરીના સુધી, આ 6 બોલીવુડ એક્ટ્રેસીસના સિગ્નેચર લુક તમારી ખૂબસુરતીમાં લગાવશે ચાર ચાંદ

દીપિકા

Last Updated on July 27, 2020 by Bansari

દરેક ફિલ્મ એક્ટ્રેસના પોતપોતાના સિગ્નેચર લૂક હોય છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, સોનાક્ષી સિંહા, દિપીકા પાદૂકોણ અથિયા શેટ્ટી, નરગીસ ફકરા સિગ્નેચર લૂક છે. જ્યારે પણ તમે તમારી મનપસંદ એક્ટ્રેસને સ્ક્રીન પર જૂઓ છો તો તેઓ મોહક લાગે છે તેનું કારણ તેમના સિગ્નેચર લૂક છે. તેમના મેકઅપ, વાળ અને ત્વચા આ માટે જવાબદાર હોય છે. જોકે એ વાત પણ સાચી છે કે તેઓ તેમના ચહેરા પર એક ખાસ પ્રકારનો લૂક રાખે છે. અને જ્યારે તેઓ તેનું વારંવાર પુનરાવર્તન કરે છે તો તે તેમનો સિગ્નેચર બ્યૂટી લૂક બની જાય છે.બોલિવૂડની આ છ એક્ટ્રેસ સફળતાપૂર્વક પોતાના સિગ્નેચર લૂકને ફ્લોન્ટ કરીને પોતાની એક ઓળખ બનાવી છે.

નગરીસ ફકરીનો પ્લમ્પ પાઉટ’

નરગીસ તેની જોરદાર સ્ટાઇલ માટે જાણીતી છે. તે તેના પ્લમ્પ પાઉટ માટે જાણીતી છે. તેમાં નરગીસ ખૂબસુરત લાગે છે.

કરીના કપૂરના કિલર ચીક બોન્સ

કરીના

જો કરીનાના ચીક બોન્સ કોઈ ધારદાર હથિયાર હોય તો તે ચાકુની માફક કાપી નાખે. હજી પણ તેના ચીકબોન્સ તેના તમામ લૂકમાં સુંદર લાગે છે. આ લૂક તેની ઉપર ખીલી ઉઠે છે. માત્ર રાણી મુખરજી જ આ બાબત આસાનીથી કરી શકે છે.

સોનાક્ષી સિંહાની ઓન-પોઇન્ટ આંખો

સોનાક્ષી

સોનાક્ષી કોઈ ફિલ્મના પ્રમોશનમાં હોય કે કોઈ પાર્ટીમાં હોય તે હંમેશાં એ વાતની ખાતરી રાખે છે કે તેની મોટી આંખો ફડકે. મોટા ભાગના સમયે તેની આઇલાઇનર જોવા મળે છે જે લોકોને દંગ કરી નાખે છે.

અથિયા શેટ્ટીનો કિલર લૂક

અથિયા શેટ્ટીના ઇન્સ્ટાગ્રામ પર જોવાથી તમને ખ્યાલ આવશે કે તેના વાળ ખૂબ સુંદર છે અને તે આ વાતને સારી રીતે જાણે છે. તે ભારતીય પહેરવેશમાં હોય કે જીન્સમાં હોય પણ ખભાની નીચેના કેસકેડિંગ તેની બ્યૂટીને ઓર સુંદર બનાવે છે.

પ્રિયંકા ચોપરાનો ખૂબસુરત ચહેરો

પ્રિયંકા ભલે બે દેશમાં આવનજાવન કરતી રહેતી હોય તેણે પોતાની સુંદરતાને વિશેષ બનાવી દીધી છે. તે એક જ પ્રકારના ચહેરામાં દર વખતે સુંદર જ લાગે છે અને તેનો અંદાઝ મોહક છે.

દિપીકા પાદૂકોણનો ડિફાઇન્ડ બ્રોઝ

દીપિકા

આપણે સારી રીતે જાણીએ છીએ કે દિપીકા તેના મેકએપ લૂકમાં એક ક્વીન છે, તેને આસાન બનાવવા માટે તે ભરપુર પ્રયાસો અને મહેનત કરે છે. તેની સારી રીતે કરાયેલી આઇ બ્રોની એક જોડી.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!