GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

કરીનાથી લઇને દીપિકા સુધી, આ અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા બી-ટાઉન સ્ટાર્સ

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર ભારે સંખ્યામાં લોકો વોટિંગ માટે આવી રહ્યાં છે. બોલીવુડ સેલેબ્સ પણ મતદાન કરી રહ્યાં છે. દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, આમિર ખાનથી લઇને ઋતિક રોશન જેવા દિગ્ગજ કલાકારોએ મતદાન કર્યુ.

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ બાંદ્રા (વેસ્ટ)ના પોલીંગ બૂથ જઇને વોટ આપ્યો.

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન મત આપવા નીકળી હતી અને તૈમૂર તેની સાથે હતો. તૈમૂર ફરી એકવાર તેના નટખટ અંદાજમાં દેખાયો.

શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે મતદાન માટે આવી પહોંચ્યો હતો.

એક્ટર ગોવિંદાએ પત્ની સુનીતા સાથે જઇને અંધેરી વેસ્ટના પોલીંગ બુથ પર વોટિંગ કર્યુ.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર વોટિંગ વખતે ઘણાં ઉત્સાહિત નજરે આવ્યા.

ઋતિક રોશને અંધેરી વેસ્ટના પોલીંગ સ્ટેશન પર મતદાન કર્યુ.

શબાના આઝમી અને જાવેદ અખ્તરે મુંબઇમાં મતદાન કર્યુ.

અનિલ કપૂરે અંધેરી વેસ્ટના પોલિંગ બૂથ પર વોટ આપ્યો.

પત્ની કિરણ રાવ સાથે મતદાન કેન્દ્ર પહોંચ્યા સુપરસ્ટાર આમિર ખાન.

આ દરમિયાન આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી.

એક્ટ્રેસ માધુરી દિક્ષિતે પણ બાંદ્રા (વેસ્ટ) ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન કર્યા બાદ એક્ટ્રેસે મીડિયા સાથે વાતચીત કરી હતી.

એક્ટ્રેસ રિતેશ દેશમુખ, તેની પત્ની જેનેલિયા ડિસૂઝા અને પરિવારે લાતૂર ખાતેના એક મતદાન મથકે મતદાન કર્યુ.

રિતેશના ભાઇ અમિત દેશમુખ અને ધીરજ દેશમુખ લાતૂર શહેર તથા લાતૂર ગ્રામીણ ચૂંટણી ક્ષેત્રોથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

મુંબઇમાં બાન્દ્રા (વેસ્ટ) ખાતે મતદાન કરીને પીઢ અભિનેતા પ્રેમ ચોપરાએ મીડિયા સમક્ષ પોઝ આપ્યાં હતા.

જાણીતા ડિરેક્ટર અને લિરિસિસ્ટ ગુલઝારે બાન્દ્રા (વેસ્ટ) ખાતે મત આપ્યાં બાદ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

અભિનેતા અને ગોરખપુર સીટ પરથી બીજેપી એમપી રવિ કિશન પણ મુંબઇના ગોરેગાંવ અંધેરી વિધાનસભા બેઠક પર મતદાન માટે આવ્યાં હતાં.

એક્ટ્રેસ લારા દત્તા પોતાના ટેનિસ સ્ટાર પતિ મહેશ ભૂપતિ સાથે વોટિંગ કરવા પોલીંગ બૂથ પહોંચી હતી.

હરિયાણાની આદમપુર સીટ પરથી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી ઉમેદવાર અને ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટ મતદાન કરતાં. તે આદમપુર બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુલદીપ બિશ્નોઇ સામે ચૂંટણી લડી રહી છે.

મતદાન માટે જઇ રહેલી બોલીવુડ એક્ટ્રેસ પદ્મિનિ કોલ્હાપુરી.

અભિનેત્રી શુભ્રા ખોટેએ અંધેરીની સીટ માટે મતદાન કર્યુ.

Read Also

Related posts

ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે BBL T20 : 61 મેચોનો કાર્યક્રમ થયો જાહેર

Pravin Makwana

બેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pravin Makwana

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!