GSTV
Business India News Trending

ખાસ વાંચો/ સિલિન્ડરથી લઇને મોબાઇલ રિચાર્જ સુધી આ 5 વસ્તુઓ ખરીદવા પર મળી છે FREE ઇન્શ્યોરન્સ, મુશ્કેલીના સમયમાં આવે છે કામ

ઇન્શ્યોરન્સ

Free Insurance: શું તમે જાણો છો કે એવી ઘણી સેવાઓ છે જેની સાથે તમને ફ્રી ઇન્શ્યોરન્સ મળે છે. તમને ઘણી પરિસ્થિતિઓમાં આ વીમાનો લાભ પણ મળે છે.

LPG ગેસ સિલિન્ડર સાથે વીમો –

lpg

એલપીજી કનેક્શન સાથે, ગ્રાહકને પર્સનલ એક્સિડેંટલ કવર મળે છે. તેના માટે ગ્રાહકોએ કોઇ અલગથી પ્રિમિયમ નથી આપવુ પડતું. ગ્રાહકોને આ વીમા કવર બિલકુલ ફ્રી મળે છે. LPG સિલિન્ડરના બ્લાસ્ટમાં કોઇ વ્યક્તિનું મોત થાય તો ગેસ કંપની પ્રતિ વ્યક્તિ 6 લાખ રૂપિયા વળતર સ્વરૂપે આપે છે. આ પર્સનલ એક્સિડેંટ કવર ગ્રાહકના ઘરે LPG સિલિન્ડરના કારણે ઘટેલી દુર્ઘટનામાં જાનમાલના નુકસાન માટે ચૂકવવા પાત્ર છે.

SIP ફંડ-

રૂપિયા

જ્યારે તમે SIP માં રોકાણ કરો છો, ત્યારે ઘણી કંપનીઓ રોકાણ પર ઇન્શ્યોરન્સ પણ આપે છે. સામાન્ય રીતે આ પ્રોડક્ટને SIP પ્લસ ઇન્શ્યોરન્સ પ્રોડક્શન કહેવાય છે.

ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ-

ક્રેડિટ કાર્ડ

ઘણી બેંકોના ડેબિટ કાર્ડ્સ પર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવર છે. આમાં પર્સનલ એક્સિડેંટલ કવર, પરચેઝ પ્રોટેક્શન કવર અને પરમનેન્ટ ડિસેબિલિટી કવર વગેરેનો સમાવેશ થાય છે.

મોબાઇલ રિચાર્જ-

સ્માર્ટફોન

એરટેલ તેના બે પ્રીપેડ રિચાર્જ સાથે ફ્રી ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ આપે છે. આ પ્લાન્સ છે – 279 રૂપિયાનું રિચાર્જ અને 179 રૂપિયાનું રિચાર્જ.

PF બેલેન્સ-

EPF

EPFO ​ખાતામાં પણ, દરેક ખાતા પર 7 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર ઉપલબ્ધ છે.

Read Also

Related posts

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk

દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ

Binas Saiyed
GSTV