GSTV
Home » News » ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી

દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા (SBI) એ વર્ષ 2018-19માં અનેક ફેરફાર કર્યા છે. આ ફેરફારમાં ચેક બુક, મિનિમમ બેલેન્સ, એટીએમના નિયમ, આરટીજીએસ, એનઇએફટી, વગેરે સામેલ છે. આ નિયમોની અસર સીધી તેના ગ્રાહકો પર પડશે. એસબીઆઇની કેટલીક ઘોષણાથી એક તરફ જ્યાં બેન્ક ખાતાધારકોને ફાયદો થશે, ત્યાં કેટલાંક નિયમોથી તેમને નુકસાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ આ નિયમો વિશે….

ચેક બુકના પેજ ઘટ્યા

ભારતીય સ્ટેટ બેન્કે ચેક દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેક્શનને મોંઘા કરી દીધાં છે. બેન્કે સર્વિસ ચાર્જની નવી યાદી જારી કરી છે. તે અનુસાર, બચત ખાતા પર એક નાણાકીય વર્ષમાં 25ના બદલે ફક્ત 10 ચેક જ ફ્રી મળશે. તે બાદ 10 ચેક લેવા પર 40 રૂપિયા આપવા પડશે. જ્યારે પહેલાં ફ્રી ચેકબુક બાદ 10 ચેક લેવા પર 30 રૂપિયા આપવા પડતાં હતા. તેના પર જીએસટી અલગથી ચુકવવો પડતો હતો.

ચેક બાઉન્સ પર લાગશે ચાર્જ

એસબીઆઇએ ચેક રિટર્નના નિયમો પણ સખત બનાવી દીધાં છે. બેન્કના સર્ક્યુલર અનુસાર એક ઓક્ટોબર 2019 બાદ કોઇપણ ચેક કોઇ ટેક્નિકલ કારણોસર (બાઉન્સ સિવાય) પરત આવે તો ચેક આપનાર પર 150 રૂપિયા અને જીએસટીનો ચાર્જ આપવો પડશે. જીએસટી સાથે આ ચાર્જ 168 રૂપિયા છે.

ATMના નિયમો બદલાયા

એક ઓક્ટોબરથી એસબીઆઇના એટીએમ ચાર્જ પણ બદલાઇ ગયાં છે. બેન્કના ગ્રાહકો મેટ્રો શહેરના એસબીઆઇ એટીએમમાંથી વધુમાં વધુ 10 વાર જ ફ્રી ડેબિટ ટ્રાન્જેક્શન કરી શકશે. પહેલાં આ લિમિટ 6 ટ્રાન્જેક્શનની હતી.

મિનિમમ બેલેન્સમાં રાહત

એસબીઆઇએ મેટ્રો શહેરમાં માસિક મિનિમમ બેલેન્સ રકમને 5000થી ઘટાડીને 3000 કરી દીધી છે.પૂર્ણ શહેરી વિસ્તારમાં ખાતાધારકોને મિનિમમ બેલેન્સ ન રાખવા પર ચાગતા ચાર્જીસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ખાતામાં નિશ્વિત રકમથી જો બેલેન્સ 75 ટકા ઓછુ હોય તો દંડ તરીકે 80 રૂપિયા અને જીએસટી આપવો પડશે.

ખાતામાં 50થી 75 ટકા સુધી બેલેન્સ રાખનારને 12 રૂપિયા અને જીએસટી તથા 50 ટકાથી ઓછુ બેલેન્સ હોય તો 10 રૂપિયા દંડ અને જીએસટી ચૂકવવો પડશે. સાથે જ બેન્કે ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગ ટ્રાન્જેક્શન પર માસિક સીમાને હટાવી દીધી છે. તમારા ખાતમાં 25 હજાર રૂપિયા સરેરાશ માસિક બેલેન્સ રાખનારા ગ્રાહકો બેન્ક બ્રાન્ચથી બે વાર ફ્રીમાં રૂપિયા ઉપાડી શકે છે.

ખાતામાં 25 હજારથી 50 હજાર રૂપિયા સુધીનું સરેરાશ માસિક બેલેન્સ રાખનાર બ્રાન્ચમાંથી ફ્રીમાં 10 વાર રૂપિયા ઉપાડી શકે છે. ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુ અને એક લાખ રૂપિયા સુધી રાખનાર ગ્રાહક બેન્ક બ્રાન્ચમાંથી અસંખ્યવાર રૂપિયા ઉપાડી શકે છે.

ડેબિટ કાર્ડથી કરી શકો છો EMI પર ખરીદી

આ વર્ષે એસબીઆઇએ પોતાના ગ્રાહકો માટે એક નવી સુવિધા શરૂ કરી હતી. એસબીઆઇએ ગ્રાહકોને ડેબિટ કાર્ડથી ખરીદી કરીને ઇએમઆઇમાં પેમેન્ટ કરવાની સુવિધા આપી હતી. તેનાથી ગ્રાહકો પોતાના તમામ ખર્ચા પૂરા કરી શકે છે. ખસ વાત એ છે કે તેના માટે કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી. બેન્કના ગ્રાહકો પોઇન્ટ ઑફ સેલ મશીનો દ્વારા ભારતમાં ઇએમઆઇ પર કોઇપણ કંઝ્યૂમર ડ્યૂરેબલ સામાનની ખરીદી કરી શકે છે. ઇએમઆઇ ચુકવવા માટે તમને 6 મહિનાથી 18 મહિના સુધીનો સમય મળશે. આ ઉપરાંત આ સુવિધા અંતર્ગત કોઇ ડોક્યુમેન્ટની પણ જરૂર નહી પડે.

NEFT અને RTGS ચાર્જીસ બદલાયા

નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)ના ચાર્જીસ પણ બદલાઇ ગયા છે. 10 હજાર રૂપિયા સુધીના NEFT ટ્રાન્જેક્શન પર બે રૂપિયા સાથે જીએસટી લાગશે. સાથે જ બે લાખ રૂપિયાથી વધુની રાશિ NEFT કરવા પર 20 રૂપિયાની સાથે ગ્રાહકોને જીએસટી આપવો પડશે. આરટીજીએસથી બે લાખથી પાંચ લાખ સુધી મોકલવા પર 20 રૂપિયાની સાથે જીએસટી લાગશે. પાંચ લાખ રૂપિયાથી વધુના ટ્રાન્જેક્શન પર 40 રૂપિયા સાથે જીએસટી આપવો પડશ. જણાવી દઇએ કે આ ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ફ્રી છે પરંતુ બ્રાન્ચ પર તેની ફી લાગુ થાય છે.

Read Also

Related posts

ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું, 1 કિલો ચોખામાં 32 બાળકોને મધ્યાહ્ન ભોજન આપતી શાળા

Pravin Makwana

જર્મનીની 29 વર્ષની યુવતી હોટલના સ્પામાં કરાવી રહી હતી મસાજ, એવું થયું કે…

Karan

લ્યો બોલો ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ઉઘરાવી લીધા પણ ટેબલેટ ન આપ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!