GSTV
Home » News » પાંચમી ઓગસ્ટથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે કે દવા નથી કરી રહી કામ

પાંચમી ઓગસ્ટથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પેટમાં એવો દુખાવો ઉપડ્યો છે કે દવા નથી કરી રહી કામ

હરિયાણાના ગોહાનામાં પીએમ મોદીએ જનસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.. પીએમ મોદીએ જણાવ્યુ કે, સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટનું નામ સાંભળીને કોંગ્રેસના નેતાઓને પેટમાં દુખાવો ઉપડે છે.

પાંચમી ઓગસ્ટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને પેટમાં એવો દુખાવો ઉપડ્યો કે, તેની સારવાર માટે કોઈ દવા કામ કરી રહી નથી.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે,આજે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. અમારી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવી કોંગ્રેસીઓને ખુલ્લા પાડ્યા છે.

કોંગ્રેસના નેતાઓ આર્ટિકલ ૩૭૦ના નામે ધમકી આપે છે. પરંતુ હરિયાણાની જનતા ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપવાની છે.

કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા

સોનીપતનો મતલબ ખેડૂત, જનાવ અને પહેલવાન

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સોનીપતનો મતલબ ખેડૂત, જનાવ અને પહેલવાન.. સોનીપતની આ ત્રણ શક્તિને મજબૂત કરવા માટે ભાજપ સરકારે તમામ કોશિશ કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, કોંગ્રેસને બંધારણ અને દલીતોની પણ ચિંતા નથી. કોંગ્રેસે હમેશા લોકોને અધિકારથી વંચિત રાખ્યા છે.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!