GSTV
Home » News » ATMથી લઇને ચેકબુક સુધી આ સર્વિસના નામે બેન્કો તમારી પાસેથી વસૂલે છે આટલો ચાર્જ, આંકડો જાણશો તો દંગ રહી જશો

ATMથી લઇને ચેકબુક સુધી આ સર્વિસના નામે બેન્કો તમારી પાસેથી વસૂલે છે આટલો ચાર્જ, આંકડો જાણશો તો દંગ રહી જશો

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા)ના દેશભરમાં 43000થી વધારે એટીએમ છે. મોટાભાગના લોકો એટીએમનો ઉપયોગ માત્ર પૈસાઉપાડવા, બેલેન્સ ચેક કરવા અથવા મીની સ્ટેટમેન્ટ માટે જ કરે છે. પરંતુ એસબીઆઈના એટીએમમાં ઉપલબ્ધ સર્વિસનો આ એક બહુ જ નાનો ભાગ છે. એટલા માટે અમે તમને બેંક કઈ સર્વિસ માટે કેટલો ચાર્જ વસૂલે છે, તેની જાણકારી આપી રહ્યા છીએ. અમે કેટલીક બેંકોમાં લગાવવામાં આવતા ચાર્જિસની સૂચના એકત્રિત કરી છે. આવો જાણીએ કઈ બેંક દ્વારા કઈ સર્વિસ પર કેવો ચાર્જ વસુલ કરવામાં આવે છે.

1 – ડુપ્લીકેટ પાસબુક – 102 રૂપિયા તાજેતરની સિલક સાથે, 102 રૂપિયા 40 એન્ટ્રી મુજબ, અગાઉની એન્ટ્રી માટે. ચાલુ ખાતા-સીસી ખાતાનું માસિક સ્ટેટમેન્ટ – શૂન્ય

2 – ત્રીમાસિક સરેરાશ બેલેન્સ(QAB) – ના રાખવા પર ચાલુ ખાતા(તમામ વર્ગ) પાસેથી 611 રૂપિયા પ્રતિ ત્રિમાસિક વસુલવામાં આવે છે

3 –  બેલેન્સ ઇન્કવાયરી – બેંક તેના માટે કોઈ ચાર્જ નથી વસુલતી

4- સ્ટોપ પેમેન્ટ નિર્દેશ – જો તમે તમારા કોઈ ચેકને રોકો છો, તો તમને 51 રૂપિયા પ્રતિ 3 ચેકના પેજ સુધી, જ્યારે આનાથી વધારે ચેકની રેંજ માટે 204 રૂપિયા આપવા પડશે.

5 – વ્યાજ પ્રમાણપત્ર – બેંક આના માટે 102 રૂપિયા પ્રતિ વ્યાજ પ્રમાણપત્ર માટે વસુલે છે

સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ પર પેનલ્ટી સિવાય પણ બેંકો દ્વારા ઘણી સર્વિસ પર તમારી પાસેથી ચાર્જ વસુલ કરવામાં આવે છે. આ ચાર્જની રકમ 30થી લઈને 600 રુપિયા સુધી વસુલવામાં આવે છે.

SBI બેંક દ્વારા જો તમે 3000 રુપિયાના મિનિમમ બેલેન્સને મેઈન્ટેન નથી કરતા અને તેમાં ઘટાડો થાય તો રુપિયા 50-30+GST વસુલ કરવામાં આવે છે. જ્યારે 25 ફ્રી ચેક પછી વધારાના ચેક માટે ચેકબૂક પર તમારી પાસેથી 75 રુપિયા + GST વસૂલ કરવામાં આવશે. જો તમારી પાસે ડેબિટ કાર્ડ છે તો તે ફ્રી નથી પણ તેની 125 રુપિયા વાર્ષિક ફી વસૂલ કરવામાં આવે છે. આ સિવાય કેશ ટ્રાન્ઝેક્શન, SMS એલર્ટ, NEFT, RTGS પર પણ આ રીતે ચાર્જ વસુલ કરવામાં આવે છે.

ખાતામાં રહેલી રકમ 10,000 રુપિયાથી નીચે જાય તો 100થી વધુ રુપિયાની ચુકવણી કરવી પડી શકે છે. જ્યારે ICICI બેંક દ્વારા ખાતા ધારકને 20 ચેકવાળી ચેકબૂક ફ્રી આપવામાં આવે છે તે પછી વધારાના ચેક માટે ચાર્જ વસુલ કરવામાં આવે છે. અહીં પણ ડેબિટ કાર્ડના ઉપયોગ વર વર્ષે 150 રુપિયાનો ચાર્જ લાગે છે. મહિનામાં 4 ફ્રી કેશ ટ્રાન્ઝેક્શન પછીના તમામ ટ્રાન્ઝેશન 150 રુપિયા ચાર્જ વસુલવામાં આવે છે. ICICI બેંક દ્વારા પર SMS એલર્ટ માટે 15 રુપિયા ચાર્જ વસુલ કરવામાં આવે છે.

જો ખાતામાં 1 હજારથી નીચે રકમ જાય તો બેંક દ્વારા 200 રુપિયાનો દંડ કરવામાં આવે છે. પહેલા બેંક દ્વારા 30 પાનાની ચેકબૂક ફ્રીમાં આપવામાં આવે છે જ્યારે તે પછી દરેક ચેક પર 5 રુપિયા વસુલવામાં આવે છે. 150 રુપિયા વાર્ષિક ફી ડેબિટ કાર્ડના ઉપયોગ પર વસુલ કરવામાં આવે છે. અહીં બેંક દ્વારા પોતાના કસ્ટમર્સને મહિનાના 5 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આપે છે જ્યારે તે પછીના ટ્રાન્ઝેક્શન પર રુપિયા 50 વસુલવામાં આવે છે.

HDFC બેંકમાં 10,000નું બેલેન્સ મેઈન્ટેન્સ ન કરવાથી તમારે 150થી લઈને 600 રુપિયા સુધીના દંડની GST સાથે ચુકવણી કરવી પડી શકે છે. જ્યારે અહીં પણ 25 ફ્રી ચેક પછી વધારાના 25 ચેક માટે 75+GSTની ચુકવણી કરવી પડે છે. ડેબિટ કાર્ડના ઉપયોગ બદલ બેંક દ્વારા તમારી પાસેથી 150 રુપિયા વાર્ષિક ફી વસુલવામાં આવે છે. બેંક દ્વારા ખાતા ધારકને 4 કેશ ટ્રાન્ઝેક્શન ફ્રી આપવામાં આવે છે તે પછી 150+GST ચાર્જ લગાવવામાં આવે છે. અહીં પણ SMS એલર્ટથી લઈને RTGS પર વિવિધ ચાર્જ વસુલવામાં આવે છે.

Read Also

Related posts

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva

VIDEO : મોટેરા સ્ટેડિયમમાં ચાલતી તૈયારીનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

Nilesh Jethva

શિમલા મિર્ચી કાપતા અંદરથી નિકળ્યો જીવતો દેડકો, ખોલીને જોયું તો…

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!