GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર/ 1 એપ્રિલથી અનિવાર્ય થયો આ વીમો, આવી ગઈ છે ઇરડાની નવી ગાઇડલાઇન

ઇરડા

Last Updated on February 27, 2021 by Karan

વીમા નિયામક ઇરડાએ સાધારણ અને સ્વાસ્થ્ય વીમા કંપની પાસે પોતાના ગ્રાહકોને વ્યક્તિગત અકસ્માતના માનક અને સરળ ઉત્પાદ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ઇરડાએ કહ્યું કે, બજારમાં વિભિન્ન પ્રકારની વ્યકતિગત દુર્ઘટના વીમા પોલિસી હોય છે. તમામ પોલિસીની પોતાની વિશેષતા અને ખાસિયત છે. એવામાં જો વ્યક્તિ પોલિસી લેવા ઈચ્છે છે તો તેમને પોલિસી પસંદ કરવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.

ઇરડાએ કહ્યું કે, માનક દુર્ઘટના કવરને લઇ વીમા કંપનીઓ માટે ગાઇડલાઇન જારી કરી છે. નિયામકે કહ્યું કે, સમગ્ર ઉદ્યોગમાં શેર કવરેજ અને એક જેવી પોલિસીના લક્ષ્યને લઇ પ્રાધિકરણના તમામ સાધારણ અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓ માટે આ અનિવાર્ય કર્યું છે કે તેઓ વ્યક્તિગત દુર્ગટના ઉત્પાદનને લઇ માનક ઉત્પાદક રજુ કરે. કંપનીઓ આ કામ એપ્રિલ 2021થી કરશે.

શું હશે એમાં ખાસ

ઇરડા અનુસાર ઉત્પાદનું નામ સરળ સુરક્ષા વીમો હોવું જોઈએ. ત્યાર પછી એમાં સંબંધિત કંપનીનું નામ હોય. કોઈ પણ દસ્તાવેજમાં કોઈ અન્ય નામ ન હોવું જોઈએ. ઇરડાએ કહ્યું કે ઉત્પાદમાં ન્યુનત્તમ 2.5 લાખ રૂપિયા અને મહત્તમ એક કરોડ રૂપિયાનું કવર હોવું જોઈએ. વીમા કવર 50,000 રૂપિયાના ગુણકમાં હશે. વીમા કંપની એમાં પણ ઓછું અથવા વધુ દુર્ઘટના કવર આપી શકે છે, એનું નામ એ જ રહેશે.

ઇરડાએ ડિવિડન્ડ ચુકવણી પરિપત્ર પરત લીધો

ઇન્શ્યોરન્સ

વીમા નિયામક ઇરડાએ આર્થીક સ્થિતિમાં સુધારનો હવાલો આપતા વીમા કંપનીઓ દ્વારા 2019-20 માટે ડિવિડન્ડ ચુકવણી પર જારી કરેલ પરિપત્ર પરત લીધો છે. કોરોના મહામારીના કારણે ડિવિડન્ડ ચુકવણીને લઇ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. વીમા નિયામક તેમજ વિકાસ પરાધિકારક(ઈરદા)એ કંપનીઓને ચાલુ વર્ષ માટે વિચાર-વિમર્શ કરી ડિવિડન્ડ પર નિર્ણય લેવા કહ્યું છે.

ઇરડાએ એપ્રિલ 2020માં વીમા કંપનીઓને પોતાના સંસાધનોનો ઉપયોગ વિચારીને કરવા માટે કહ્યું છે. નિયામકે તમામ વીમા કંપનીઓને 2019-20 માટે ડિવિડન્ડ ચુકવણી માટે પોતાની રણનીતિના હિસાબે નિર્ણય કરવા માટે કહ્યું જેથી પોલિસી ધારકના હિતોના રક્ષણ માટે એમની પાસે પર્યાપ્ત સંસાધન સુનિશ્ચિત થાય. ઇરડાએ કહ્યું કે પ્રાધિકરણ વીમા ક્ષેત્ર સાથે વૈશ્વિક અને દેશની આર્થિક સ્થિતિનું આકલન કરતુ રહ્યું છે. નિયામકે કહ્યું કે એમાં વીમા કંપનીઓના પ્રદર્શનનું આકલન એમના સપ્ટેમ્બર અને ડિસેમ્બર, 2020ની સમાપ્ત ત્રિમાહીમ નાણાકીય પરિણામના આધાર પર કર્યા છે. એમાં જાણવા મળ્યું છે કે વીમા કંપનીઓનું પ્રદર્શન કારોબારના સ્તર પર ધીરે-ધીરે સુધર્યું છે. જો કે એમાં ગતિ ધીમી છે.

ઇરડાએ કહ્યું, અર્થવ્યવસ્થા અને ખાસકરીને વીમા ઉદ્યોગની સ્થિતિમાં સુધાર તથા વીમા કંપનીઓની સ્થિતિ પર વિચાર કરતા 24 એપ્રિલ 2020ના રોજ જારી પરિપત્રને તત્કાલ પ્રભાવથી પરત લેવાનો નિર્ણય કર્યો છે. નિયામકે કહ્યું કે જો કે વીમા કંપની 2020-21 માટે ડિવિડન્ડ અંગે પોતાની મૂડી, રકમની સ્થિતિ સહીત અન્ય વાતો પર ધ્યાન રાખી નિર્ણય કરો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!