GSTV
India News Trending

વાંચી લેજો/ એક એપ્રિલથી બદલાવા જઇ રહ્યો છે આ નિયમ : જૂની કાર તમારા ખિસ્સા પર 7 ગણી પડશે ભારે, સમજો આખુ ગણિત

કાર

દિલ્હી સિવાય સમગ્ર દેશમાં 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોનું રિ-રજિસ્ટ્રેશન મોંઘું થઈ જશે. એક દાયકા કરતાં જૂના વાહનોના રજિસ્ટ્રેશનને રિન્યુ કરાવવાનો ખર્ચ આવતા મહિનાથી આઠ ગણો વધી જશે. એક અહેવાલ મુજબ, તમામ 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશનને રિન્યૂ કરાવવાનો ખર્ચ હાલના રૂ. 600ની સામે રૂ. 5,000 થશે. ટુ વ્હીલર માટે ગ્રાહકે 300 રૂપિયાને બદલે 1000 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઈમ્પોર્ટેડ કારની કિંમત 15,000 રૂપિયાને બદલે 40,000 રૂપિયા હશે. આ ઉપરાંત, ખાનગી વાહનોના રિ-રજીસ્ટ્રેશનમાં વિલંબથી દર મહિને વધારાના રૂ. 3000નો ખર્ચ થશે. કોમર્શિયલ વ્હીકલ માટે દર મહિને 500 રૂપિયાનો દંડ થશે.

કાર

દર પાંચ વર્ષે જૂના વાહનોનું નવીકરણ

નવા નિયમો અનુસાર, 15 વર્ષથી જૂના દરેક ખાનગી વાહનને દર પાંચ વર્ષે રિન્યુઅલ માટે અરજી કરવી પડશે. જો કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે શહેરમાં પેટ્રોલ અને ડીઝલ પર ચાલતા વાહનો અનુક્રમે 15 અને 10 વર્ષ પછી રજીસ્ટ્રેશન વગરના ગણાય છે.

કાર

એપ્રિલથી ફિટનેસ ટેસ્ટનો ખર્ચ પણ વધશે

આ સિવાય જૂના ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટનો ખર્ચ પણ એપ્રિલથી વધશે. પરિવહન મંત્રાલય દ્વારા સુધારેલા દરો મુજબ, 1 એપ્રિલથી ટેક્સીઓ માટે ફિટનેસ ટેસ્ટનો ખર્ચ 1,000 રૂપિયાને બદલે 7,000 રૂપિયા થશે. બસ અને ટ્રક માટે રૂ. 1,500ને બદલે રૂ. 12,500 થશે. આ સિવાય આઠ વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. કેન્દ્ર સરકારે અનુપાલન ફીમાં (compliance fee) વધારો કર્યો છે જેથી માલિકો તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું પસંદ કરી શકે જે વધુ પ્રદૂષણનું કારણ બને છે. ભારતમાં એક કરોડથી વધુ વાહનો સ્ક્રેપિંગ યોગ્ય છે. કેન્દ્રએ કાર માલિકો માટે જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું સરળ બનાવવા પ્રક્રિયાને પણ ઓનલાઈન કરી છે.

Read Also

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV