GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

2008માં 12,500 રૂપિયા હતો સોનાનો ભાવ, એક દશકમાં 27 હજારથી વધારે વધી કિંમત

સોનાની કિંમત રેકોર્ડ સ્તર પર પહોંચી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 40 હજારને પાર થયો છે. તો એક કિલોગ્રામ ચાંદી પણ 46 હજાર રૂપિયા ઉપર પહોંચી ગયો છે. અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક તનાવ વધુ ઘેરો બનતાં વિદેશી બજારમાં સોના અને ચાંદીમાં તેજીને કારણે ઘરેલુ બજારમાં પણ આ મોંઘી ધાતુઓની કિંમતોમાં વધુ ઉછાળો આવ્યો છે. 

દિવસે ને દિવસે સોનાનો ચળકાટ વધતો જાય છે. સોનાની કિંમતો રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી ગયા છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 40 હજાર રૂપિયાને આંબી ગયો છે. જેને કારણે લગ્નપ્રસંગ લઈને બેઠેલા અનેક લોકોના બજેટને અસર પહોંચી છે. એક બાજુ દિવાળીના તહેવાર અને ત્યારબાદ લગ્નની મોસમ આવી રહી છે. તેવામાં સોનાના ભાવમાં દરરોજ વધારો થતાં લોકોનું બજેટ પણ અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. લોકોએ સોનાની ખરીદીમાં કાપ મુકવો પડ્યો છે.

પાછલા એક દશકમાં સોનાની કિંમતોમાં ઘણો ઉછાળો જોવા મળ્યો છે. 1964માં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.63.25 હતો. જે  2008માં 12,500 થયો હતો. અને હવે 2019માં 40,000ને પાર થઈ ગયો છે. તો છેલ્લા 10 વર્ષમાં સોનાના 10 ગ્રામની કિંમત પર નજર કરીએ તો 2009માં રૂ.14,500 હતો. તો 2010માં રૂ.18,500 થયો હતો. 2011માં 26,400, 2012માં 31,050 હતો. તો 2013માં ઘટીને 29,600, 2014માં 28,006, 2015માં 26,343 થયો હતો. જ્યારે 2016થી વધીને 28,623 થયો. 2017માં 29,667, 2018માં 31,438 થયો હતો. અને 26 ઓગસ્ટ 2019ના રોજ રૂ.40,000 થયો. છેલ્લા 9 મહિનામાં જ 9,000 રૂપિયાનો વધારો થયો છે.

ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપાર યુદ્ધની સ્થિતિને કારણે સોના-ચાંદી દેવી કિંમતી ધાતુની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. વૈશ્વિક મંદીનો માહોલ છે. ત્યારે મંદીના સમયમાં લોકો સોનામાં કરાયેલા રોકાણને સારામાં સારો વિકલ્પ માને છે. સંકટ સમયે સોનું જ લોકોની સૌથી વધુ મદદ કરે છે. એવામાં લોકોમાં સોનાની માગ રહે છે. જોકે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનનું કહેવુ છે કે ભાવ ક્યારે ઘટશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ વધતા ભાવને કારણે ઘરેલુ માગમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

સોનાનો ચળકાટ

વર્ષ10 ગ્રામના ભાવ
2009રૂ.14,500
2010રૂ. 18,500
2011રૂ. 26,400
2012રૂ. 31,050
2013રૂ. 29,600
2014રૂ. 28,006
2015રૂ. 26,343
2016રૂ. 28,623
2017રૂ. 29,667
2018રૂ. 31,438
26 ઓગષ્ટ 2019રૂ. 40,000

READ ALSO

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!