GSTV
Home » News » 16 ડિસેમ્બરથી તમામ બેંકોમાં 24 કલાક ફ્રી મળશે આ સુવિધા, નહીં લાગે કોઈ ચાર્જ

16 ડિસેમ્બરથી તમામ બેંકોમાં 24 કલાક ફ્રી મળશે આ સુવિધા, નહીં લાગે કોઈ ચાર્જ

તમામ બેંકોમાં 16 ડિસેમ્બરથી 24 કલાકની નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઇએફટી) ની સુવિધા શરૂ થશે. આ માટે બેંક દ્વારા ગ્રાહકો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. એનઇએફટી સુવિધા હાલમાં સવારે આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી કાર્યરત રહે છે. મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે, તે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જ થઈ શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ બેંકોને આમ કરવા સૂચના આપી છે.

ડિજીટલ બેંકિંગને પ્રોત્સાહન

આરબીઆઈએ દેશભરમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભર્યું છે. આ સાથે, આરબીઆઈએ ફાસ્ટેગની ચૂકવણી કરવા માટે મોબાઇલ વોલેટ્સ, તમામ પ્રકારના કાર્ડ્સ અને યુપીઆઈને આની સાથે લિંક કરવા જણાવ્યું છે, જેથી તેનો ઉપયોગ પાર્કિંગ, પેટ્રોલ પમ્પ પર પણ થઈ શકે.

60%ના દરથી વધી રહ્યુ છે ડિજીટલ ટ્રાન્ઝેક્શન

આરબીઆઈએ જણાવ્યું હતું કે રિટેલ ડિજિટલ વ્યવહારો વાર્ષિક 60 ટકાના દરે વધી રહ્યા છે. ઓક્ટોબર 2018 થી સપ્ટેમ્બર 2019ની વચ્ચે, તે સરેરાશ 2846 કરોડ રૂપિયા રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કુલ 302 લાખ કરોડના સોદા થયા છે. એનઇએફટી અને યુપીઆઈ દ્વારા 1126 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આમાં યુપીઆઈનો ગ્રોથ રેટ 263 ટકા છે. એનઇએફટીનો વિકાસ દર 20 ટકા હતો.

24 કલાક થઈ શકશે NEFT દ્વારા લેણ-દેણ

ગ્રાહકોને ડિસેમ્બરથી 24 કલાક એનઈએફટી દ્વારા લેણ-દેણની સુવિધા મળશે. હાલના સમયમાં ગ્રાહક આ સેવાનો લાભ મહિનાનાં બીજા અને ચોથા શનિવારને છોડીને દરેક વર્કિંગ ડે પર લઈ શકે છે. તે સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 7.45 વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે.

1 જૂલાઈથી ફ્રી થશે NEFT સુવિધા

છઠ્ઠી જૂને મળેલી આરબીઆઈની મોનિટરી પોલીસીની બેઠકમાં આરબીઆઈએ સામાન્ય માણસોને મોટી ભેટ આપતા રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) અને નેશનલ ઈલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર (NEFT) દ્વારા થતાં લેણ-દેણને નિશુલ્ક કરી દીધા છે. આ નિયમ 1 જૂલાઈથી લાગૂ થઈ ચૂક્યો છે.

શું છે NEFT?

NEFTનો મતલબ છે નેશનલ ઈલેક્ટ્રિક ફંડ ટ્રાન્સફર. ઈન્ટરનેટ દ્વારા બે લાખ રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન માટે NEFTનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા કોઈ પણ શાખાના કોઈ પણ બેંક ખાતામાંથી કોઈ પણ શાખાનાં બેંક ખાતામાં પૈસા મોકલી શકાય છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસા પર કાબૂ મેળવવા અરવિંદ કેજરીવાલે બોલાવી ધારાસભ્યોની ઇમરજન્સી બેઠક

Arohi

ફટકાર ખાધા બાદ પણ સુધર્યું નથી પાકિસ્તાન, ફરી વખત આ સંમેલનમાં જમ્મુ કાશ્મીરનો ઉઠાવશે મુદ્દે

Ankita Trada

અમેરિકાની સાથે થઈ 3 અબજ ડોલરની ડિફેન્સ ડીલ, ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદ માટે પાકિસ્તાનની કરી આકરી ટીકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!