GSTV
ANDAR NI VAT Trending

ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!

વિદેશ નીતિ હેઠળ કેટલાક સંબંધો એવા છે, નેધરલેન્ડ સાથે ભારતના આવા ગાઢ સંબંધો છે. ભારત-નેધરલેન્ડ સંબંધોનો મુખ્ય આધાર વેપાર છે. છેલ્લા બે દાયકાથી નેધરલેન્ડ નિકાસના કારણથી ભારતનું મજબૂત ભાગીદાર બની ગયું છે. યુરોપિયન દેશ નેધરલેન્ડ ભારતમાંથી મોટા પાયે આયાત કરે છે. નેધરલેન્ડ છેલ્લા ઘણા વર્ષોથી ભારતના સૌથી મોટા નિકાસ સ્થળોમાંનું એક છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં એટલે કે 2022-23માં નેધરલેન્ડ ભારતના ત્રીજા સૌથી મોટા નિકાસ સ્થળ તરીકે ઉભરી આવ્યું હતું. ભારતે આ સમયગાળા દરમિયાન અમેરિકામાં સૌથી વધુ નિકાસ કરી હતી. બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ભારતમાંથી નિકાસના મામલામાં ત્રીજા નંબરે છે.

ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલ-ડિસેમ્બરના ડેટા અનુસાર, ભારતે આ સમયગાળા દરમિયાન નેધરલેન્ડમાં $13.67 બિલિયનના માલની નિકાસ કરી છે. ગયા વર્ષે એટલે કે 2021-22ના એપ્રિલ-ડિસેમ્બર વચ્ચે, આ આંકડો $8.10 બિલિયન હતો. આ સમયગાળા દરમિયાન નેધરલેન્ડની નિકાસમાં લગભગ 69 ટકાનો વધારો થયો છે. ભારત વધુ નિકાસ કરે છે અને આપણે નેધરલેન્ડથી ઓછી આયાત કરીએ છીએ. આર્થિક સંબંધો મજબૂત થવાને કારણે નેધરલેન્ડ સાથે ભારતનો વેપાર સરપ્લસ 2017માં $1.5 બિલિયનથી વધીને 2022માં $12.3 બિલિયન થવાની ધારણા છે. નેધરલેન્ડ 2020-21માં ભારતનું નવમું સૌથી મોટું નિકાસ સ્થળ હતું અને 2021-22માં પાંચમું સૌથી મોટું નિકાસ સ્થળ હતું.

ગયા વર્ષના સમાન ગાળામાં તે $2.7 બિલિયન હતું. આ દરમિયાન નેધરલેન્ડે ભારતમાંથી એલ્યુમિનિયમ, ઈલેક્ટ્રીકલ સામાન અને ઈલેક્ટ્રોનિક્સ સામાન પણ ખરીદ્યો હતો. આમાંનો કેટલોક માલ ભારતમાંથી ખરીદીને નેધરલેન્ડ, જર્મની અને ફ્રાંસને વેચવામાં આવે છે. બંને દેશોએ મજબૂત રાજકીય, આર્થિક અને વ્યાપારી સંબંધો તેમજ આંતરરાષ્ટ્રીય મંચોમાં એકબીજાને ટેકો આપ્યો છે.

વર્ષ 2022માં રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા. મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરવા માટે બંને દેશોએ સંયુક્ત રીતે માર્ચ 2022માં લોગો બહાર પાડ્યો હતો. હાલમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે મજબૂત રાજકીય, આર્થિક અને વ્યાપારી સંબંધો છે.  બીજી બાજુ ભારત નેધરલેન્ડ્સમાં ટોચના રોકાણકારોમાંના એક તરીકે પણ ઉભરી રહ્યું છે. નેધરલેન્ડમાં ભારતની નિકાસમાં મુખ્યત્વે ખનિજ ઇંધણ અને ખનિજ આધારિત ઉત્પાદનો, કાર્બનિક રસાયણો, ઇલેક્ટ્રિકલ મશીનરી અને સાધનો, એલ્યુમિનિયમ, આયર્ન અને સ્ટીલ તેમજ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Ram Navami/ ભગવાન રામ પાસેથી આજે પણ આ ગુણો શીખવા જેવા છે

Padma Patel

હાથના કર્યા હૈયે વાગ્યા/ માસૂમના હાથમાં પકડાવી દીધી ગન, પછી જે થયું તે તમે જાતે જ જોઈ લો

Siddhi Sheth

તેરી આંખોમે મેરા દિલ ખો ગયા… હસીકા દિવાના તેરા હો ગયા! બોલિવુડની હસીનાઓ ને દિલ આપી બેઠા છે આ રાજનેતાઓ

pratikshah
GSTV