GSTV
Gujarat Government Advertisement

દોસ્તીની મિસાલ છે આ સેલેબ્સ, તેમના માટે કંઈપણ કરી શકે છે

Last Updated on August 4, 2019 by

બોલિવૂડમાં જ્યાં એક બીજાને પાછળ છોડવાની હોડ લાગેલી હોય છે. ત્યાં કેટલાક એવા પણ સેલિબ્રિટીઝ છે કે જે દોસ્તીની મિશાલ છે. જોકે એવા જ સેલિબ્રિટીઝની દોસ્તીની વાત આજે જોઈશું.

કરીના કપૂર અને અમૃતા અરોરા
પાર્ટી હોય કે હોલિડે કરીના તેની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા સાથે જોવા મળતી હોય છે. બંને ભળે સાથે કામ ન કરતા હોય પરંતુ વીક એન્ડ પર બંને સાથે જોવા મળતી હોય છે. તેમની આ દોસ્તીના ગ્રૂપમાં કરીનાની બહેન કરિશ્મા અને અમૃતાની બહેન મલાઈકાએ પણ રંગ જમાવ્યો છે. તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે.

શાહરૂખ ખાન અને કરણ જોહર
કરણ જોહરની પહેલી હિટ ફિલ્મ શાહરૂખ ખાન સાથે હતી. પરંતુ બંનેની દોસ્તી ઘણી જૂની છે. કરણે શાહરૂખ સાથે ફિલ્મ ડિડિએલજેથી કામ કર્યું હતું અને ત્યારથી બંને વચ્ચે દોસ્તી ગાઢ બની હતી. શાહરૂખે ટ્વિટ કરતાં કહ્યું કે, વાહ શું વાત છે આપણે બંનેએ સાથે ઘણું કામ કર્યું, ખબર જ ના પડી કે લાંબો સમય વીતી ગયો.

સોનમ કપૂર અને સ્વરા ભાસ્કર
સોનમ અને સ્વરા ભાસ્કરના એકબીજા સાથે સારા રિલેશન છે. બંનેની દોસ્તીની ચર્ચા સોશિયલ મીડિયા પર થતી હોય છે. આ બંને વચ્ચે દોસ્તી એટલી ગાઢ છે કે સોનમે તેના લગ્નની ડેટ પણ સ્વરા માટે આગળ કરી હતી. લગ્ન 12 માર્ચે થવાના હતા પરંતુ તે દિવસે સ્વરાના ભાઈના લગ્ન હોવાના કારણે સોનમે ડેટ ચેન્જ કરી 8 મેના રોજ કરી. સોનમે આ વાત એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરી હતી.

રણબીર કપૂર અને અયાન મુખર્જી
એક્ટર રણબીર કપૂર અને ડાયરેક્ટર અયાન મુખર્જીની દોસ્તી બાળપણથી છે. રણબીરે અયાન મુખર્જીની ફિલ્મ વેક અપ સિડ અને યે જવાની હૈ દિવાનીમાં કામ કર્યું છે. એટલું જ નહીં અયાન તેની અપકમિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ રણબીરની સાથે છે. બંનેને મોટાભાગે પાર્ટીયો અને ઈવેન્ટ્સમાં જોવા મળે છે.

અજય દેવગન અને રોહિત શેટ્ટી
અજય દેવગન અને રોહિત શેટ્ટીની દોસ્તી 25 વર્ષ જૂની છે. બંનેએ સાથે ગોલમાલ, ગોલમાલ રિટર્ન, ગોલમાલ 3, બોલ બચ્ચન અને સિંઘમ જેવી સારી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તે બંનેની દોસ્તી સમયની સાથે વધુ ગાઢ બનતી ગઈ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!